ગોરખપુર: ડૉ. કફીલ ખાન વિદેશ ભાગી ગયા હોવાની આશંકા

Written By:
Subscribe to Oneindia News

ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલજમાં અપૂરતા ઑક્સિજનને કારણે થયેલ બાળકોના મૃત્યુના મામલે પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. આ મામલે પોલીસે હોસ્પિટલ પ્રશાસન સહિત અનેક લોકોની ધરપકડ કરી છે. આ જ મામલે સોમવારે અને મંગળવારે પોલીસે ડૉ. કાફીલ ખાનના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, પરંતુ બંને વાર ડૉ. કફીલ ખાન ઘરે નહોતા. મંગળવારે જ્યારે પોલીસ ડૉક્ટરના તુર્કમાન સ્થિત નિવાસસ્થાને પહોંચી તો તેમના પત્નીએ નિવેદન આપ્યું હતું.

gorakhpur

કહેવાઇ રહ્યું છે કે, જૉ. કાફીલ ખાન પર કેસ દાખલ થયો ત્યારથી તેઓ ગાયબ છે. પોલીસ અનુસાર, ડૉક્ટર વિદેશ ભાગી ગયા હોવાની પણ શક્યતા છે. ડૉક્ટર સુધી પહોંચવા માટે પોલીસ તેમના સગા-સંબંધીઓ સાથે પૂછપરછ કરી રહી છે. તેમને શોધવા માટે એસટીએફની ટીમ લખનઉ અને કાનપુરમાં તપાસ કરી રહી છે, તો કેટલીક ટુકડીઓ ઉત્તર પ્રદેશ પશ્ચિમ અને દિલ્હી જવા માટે પણ રવાના થઇ છે.

ઉત્તર પ્રદેશના ડીજી હેલ્થ કેકે ગુપ્તા તરફથી આપવામાં આવેલ સૂચના બાદ પોલીસે લખનઉના હઝરતગંજ મથક ખાતે ડૉ. કાફીલ ખાન સહિત 9 લોકો પર 7 કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ પહેલાં પોલીસે બીઆરડી મેડિકલ કૉલેજના પ્રિન્સિપલ ડૉ. રાજીવ મિશ્રા અને તેમના પત્ની પૂર્ણિમા શુક્લાની કાનપુરથી ધરપકડ કરી હતી.

English summary
Gorakhpur Tragedy: Police Continues search for Dr Kafeel, Suspected to go abroad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.