કોરોનાને હરાવવાની સરકારની આ રણનીતિના મળી રહ્યા છે સારા પરિણામ

દેશમાં કોરોના વાયરસની સ્થિતિના કારણે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગલવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિના કારણે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગલવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 354 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી 4421 લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સોમવારથી અત્યાર સુધી આ ખતરનાક વાયરસને 8 લોકોના જીવ લીધા છે અને લગભગ 326 લોકો આનાથી સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે. આ ઉપરાંત અગ્રવાલે જણાવ્યુ કે સરકાર ક્લસ્ટર નિયંત્રણ અને પ્રકોપના મેનેજમેન્ટ માટે એક રણનીતિ અપનાવી રહી છે. આ રણનીતિ સકારાત્મ પરિણામ લાવી રહી છે. ખાસ કરીને આગ્રા, ગૌતમ બુદ્ધનગર, પઠાનમથિટ્ટા, ભીલવાડા અને પૂર્વી દિલ્લી જેવા વિસ્તારોમાં.

love Agrwal

લવ અગ્રવાલે જણાવ્યુ કે રેલવેએ ઝડપથી ડબ્બાઓને આઈસોલેશન કોચમાં બદલવાનુ કામ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધી 2500 કોચમાં 40 હજાર આઈસોલેશન બેડ્ઝ તૈયાર થઈ ચૂક્યા છે. રેલવે દેશની 133 જગ્યાઓએ રોજ આવા 375 બેડ્ઝ બનાવી રહ્યુ છે. લવ અગ્રવાલે જણાવ્યુ કે એક સ્ટડી આવ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે એક વ્યક્તિ 30 દિવસમાં 406 લોકોને ઈન્ફેક્ટ કરી શકે છે. જો આપણે લૉકડાઉન કરી દઈએ તો માત્ર એક વ્યક્તિ માત્ર 2.5 લોકોને ઈન્ફેક્ટ કરી શકે છે. માટે લૉકડાઉનનુ પાલન કરો.

લૉકડાઉન પર લવ અગ્રવાલે શું આપ્યો જવાબ

ઘણા રાજ્યો તરફથી લૉકડાઉન લંબાવવાની અપીલ કરવામાં આવી છે. પ્રેસ કૉન્ફરન્સમાં અગ્રવાલે લૉકડાઉન અંગેના સવાલ પર કહ્યુ, રાજ્યો તરફથી જે રિક્વેસ્ટ આવી રહી છે, તેના પર કોઈ નિર્ણય લેવામાં આવશે તો હું જણાવીશ. ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જરૂરી વસ્તુઓ અને સેવાઓનુ સ્ટેટ ઘણી હદ સુધી સંતષજનક છે. ગૃહમંત્રી અમિત શાહે લૉકડાઉન સાથે સંબંધિત પગલાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી નિર્દેશ આપ્યા. તેમણે બ્લેક માર્કેટિંગ અને હોર્ડિંગ રોકવા માટે પણ કહ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X