For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો

|
Google Oneindia Gujarati News

rupee
20 સપ્ટેમ્બર : મોંઘવારીનો માર સહી રહેલા નાગરિકોમાંથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. અપેક્ષા મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને ભેંટ સ્વરૂપે મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આજે શુક્રવારે લીધેલા નિર્ણય પ્રમાણે સરકારી કર્મચારીઓનું ડીએ 8 ટકા વધાર્યું છે.

આ જાહેરાતથી કેન્દ્ર સરકારના અંદાજે 80 લાખ કર્મચારીઓને લાભ થશે. આ નિર્ણયનો અમલ પહેલી જુલાઈથી કરવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ડીએ 10 ટકા સુધી લઈ જવાની વિચારણા પણ ચાલી રહી છે. જો આવું થશે, તો કેન્દ્રના લાખો કર્મચારીઓ માટે આ દિવાળીની સૌથી સારી ભેંટ બની રહેશે.

જોકે નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી અને ડિસેમ્બરના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે યુપીએ સરકાર પોતાના મતદારોને રિઝવવા માંગે છે. જેના પ્રયાસો રૂપે એક પછી એક સકારાત્મક નિર્ણયો આવી રહ્યા છે.

English summary
Government increased dearness allowance by 8 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X