સી-પ્લેન સેવાઓ માટે વધુ 14 વૉટર બેસ બનાવવાની સરકારની તૈયારી
નવી દિલ્હીઃ સરકાર દેશભરમાં સી-પ્લેન સેવાઓ માટે વવધુ 14 વૉટર બેસ બનાવવાની યોજના કરી રહી છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ વચ્ચે સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું.
શિપિંગ મંત્રાલયના એક અધિકારીએ પીટીઆઈ-ભાષાને કહ્યું કે, 'સરકારના ક્ષેત્રીય હવાઈ સંપર્કની ઉડાણ યોજના અંતર્ગત દેશભરમાં 14 આવા વૉટર બેસ બનાવ્યા છે. એરપોર્ટ ઑથૉરિટી ઑફ ઈન્ડિયા અને નગર વિમાન મંત્રાલયે ભારતીય આંતરિક જળમાર્ગ પ્રાધિકરણથી હાઈડ્રોગ્રાફિક સર્વે કરવા માટે કહ્યું છે. સાથે જ બાદમાં યાત્રિઓની અવર-જવરની સુવિધાઓ અને વિમાનો માટે જેટી વિકસિત કરવામાં મદદ માટે પણ કહ્યું છે.'
મનસુખ માંડવિયાએ પાછલા અઠવાડિયે પીટીઆઈ-ભાષાને કહ્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન સેવાની શરૂઆત કર્યા બાદ ગુવાહાટી, ઉત્તરાખંડ અને અંદામાન અને નિકોબારમાં તેની નિયમિત સેવાઓ શરૂ કરવામાં આવશે.
વિપક્ષ પર મોદીનો પ્રહાર- યુપીમાં ડબલ-ડબલ યુવરાજનું થયુ્ં તે બિહારમાં પણ થશે
ગુજરાતમાં સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ તિથિ પર કેવડિયા- સાબરમતિ એયરોડ્રોમ્સ અને સી પ્લેન સેવા શરૂ કરી હતી. આ સી પ્લેન સેવાઓ ગુજરાતના બે મોટા પ્રોજેક્ટ સાથે જોડાશે. આ સેવા દ્વારા અમદાવાદ અને કેવડિયામાં સાબરમતિ રીવર ફ્રન્ટની 200 કિમીની દૂરી ઓછા સમયમાં કાપી શકાશે. હવે 45 મિનિટમાં આ સફર ખેડી શકાશે પહેલાં 4 કલાકનો સમય લાગતો હતો.