સરકારે 627 બ્લેકમની હોલ્ડરોના નામ સુપ્રીમ કોર્ટને સોંપ્યા
નવી દિલ્હી, 29 ઓક્ટોબર: કાળાનાણામાં ત્રણ નામોનો ખુલાસો કર્યા બાદ કેન્દ્ર સરકારે 627 અને બ્લેકમની હોલ્ડરો નામની યાદી સુપ્રીમ કોર્ટને સોંપી દિધી. સરકારે આ યાદી ત્રણ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ જાણકારી ભારતને ગત પાંચ વર્ષોમાં ભારત સરકારને અલગ-અલગ દેશોથી જાણકારી મળી હતી.
જો કે એ સ્પષ્ટ થઇ થઇ શક્યું નથી કે કોર્ટ તે નામોનો ખુલાસો કરશે કે નહી. 627 બ્લેકમની હોલ્ડરોના નામોની યાદી બંધ કવરમાં એટોર્ની જનરલ મુકુલ રોહાતગીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એચએલ દત્તુને સોંપી. આ સાથે જ દરેક એકાઉંટનો સ્ટેટસ રિપોર્ટ પણ કોર્ટને સોંપવામાં આવ્યો. રોહાતગીએ કહ્યું કે કોર્ટે આ યાદી એસઆઇટીને આપી દિધો છે સાથે જ ત્રીસ નવેમ્બર સુધી સ્ટેટસ રિપોર્ટને એસઆઇટી ને સોંપવાનું કહ્યું છે.
તો બીજીત રફ રોહાતગીનું કહેવું છે કે આ યાદી જુલાઇ 2014માં ફ્રાંસ સરકારે ભારતને સોંપી હતી. તેમણે કહ્યું કે આ યાદી જૂનમાં સરકાર પહેલાં બ્લેકમની માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઇટીને સોંપી ચૂકી છે. કેસમાં સૌથી મહત્વપૂર્ણ એ વાત કહેવામાં આવી કે 31 માર્ચ 2015 સુધી બ્લેકમની કેસને ઉકેલવામાં આવે.
AG Mukul Rohatgi filed set of three documents to SC in a sealed cover regarding Black money case
— ANI (@ANI_news) October 29, 2014
તમને જણાવી દઇએ કે બધા ખાતેદારોના નામની યાદી ફ્રાંસ સરકારે જુલાઇ 2011માં ભારતને સોંપી હતી. આ યાદીમાં અડધા ભારતીય લોકોના ખાતા છે જ્યારે અડધા લનામ એનઆરઆઇ ભારતીયોના નામ છે જેનાપર કોઇ ટેક્સ લગાવવામાં આવી ન શકે.
All assessments have to be completed by 31st March 2015, Sealed covers will be opened by SIT: Mukul Rohatgi, SG pic.twitter.com/rzNCsxs7a3
— ANI (@ANI_news) October 29, 2014
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સરકારે આખી ન સોંપવા માટે ફટકાર લગાવી હતી. ત્યારબાદ સરકારે આ યાદી કોર્ટમાં સોંપી છે. આ પહેલાં સરકારે ત્રણ બ્લેકમની હોલ્ડરોના નામોનો ખુલાસો સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો.