For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર દેશના 6 એરપોર્ટની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપશે

|
Google Oneindia Gujarati News

airport
નવી દિલ્હી, 31 ઓગસ્ટ : કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ, લખનૌ, કોલકાતા અને ચેન્નઈ સહિત છ શહેરોના એરપોર્ટની જવાબદારી સમગ્ર રીતે ખાનગી કંપનીને સોપવાનુ વિચારાઈ રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ છ શહેરોના એરપોર્ટ ખાનગી કંપનીને આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે અને આગામી ટૂંક સમયમાં જોધપુર, ગોહાટી અને અમદાવાદ એરપોર્ટની જવાબદારી સોપવા માટે પણ ખાનગી કંપનીઓની અરજી મંગાવવામાં આવે તેવી શક્યતા છે.

સરકાર દ્વારા પહેલા છ એરપોર્ટનું ખાનગી કરણ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેમા જોધપુરની જગ્યાએ જયપુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એરપોર્ટને ઈન્ડિયન એરલાઈન્સ ઓથોરિટી દ્વારા આધુનિક બનાવવામાં આવ્યા છે.

એરલાઈન્સ વિભાગના અગ્રણી અધિકારીએ જણાવ્યું છે કે, આગામી સમયમાં અમે એરપોર્ટને વધુ વિકસીત બનાવવા માટે ખાનગી કંપનીઓને 100 ટકા હિસ્સો આપવાનુ પણ વિચારી રહ્યા છીએ, પરંતુ આ વર્ષે જૂનમાં વડા પ્રધાન કાર્યાલય તરફથી ખાનગી અને જાહેર સાહસની ભાગીદારીથી (પીપીપી પ્રોજેક્ટ દ્વારા) આઠ નવા એરપોર્ટ વિકસીત કરવાનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે.

પ્રોજેક્ટ અંતર્ગત આઠ નવા એરપોર્ટમાં નવી દિલ્હી, જૂહુ (મુંબઈ), ગોવા, કન્નૂર, પૂણે, શ્રીપેરંબદૂર, બેલ્લોરી અને રાયગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે. એરલાઈન્સ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે પીપીપી આધાર પર હાલ તો વિકાસ કરવામાં આવશે. તેમાં એફઆઈઆઈનો હિસ્સો 26 ટકા રહેશે, પરંતુ તે પરિવહનના વિષયમાં કોઈ દખલગીરી કરી શકશે નહીં.

એરપોર્ટનું વિસ્તરણ કરવાથી તેનો ખર્ચ ગ્રાહકો પાસેથી ન વસુલવો પડે અને તેમની ટીકિટ મોંઘી ન થાય તે માટે તેનું ખાનગી કરણ કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે હરાજી કરવામાં આવશે તો કોઈ કિંમત નક્કી કરાશે. એરલાઈન્સ વિભાગના નાણા વિભાગ દ્વારા પાંચ વર્ષ માટે વેરો નક્કી કરવામાં આવશે.

આ વેરામાં થતા વધારાને હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ સાથે જોડી શકાય છે, જેથી ખાનગી કંપની દ્વારા એરપોર્ટની દેખરેખ કરવામાં આવતી હોવા છતા તેના ભાવ સ્થિર રાખી શકાય.જોકે ઉદ્યોગ સંગઠન દ્વારા એરપોર્ટનું ખાનગી કરણ કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ સરકાર દ્વારા દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુના એરપોર્ટનું ખાનગી કરણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જે એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે તેમાં ખાનગી કંપનીઓની જવાબદારી 30 વર્ષ સુધીની રહેશે.

English summary
Government will give responsibility of 6 airports to private companies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X