For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ અંગે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચાયા દેશના બધા જિલ્લા, જુઓ યાદી

કેન્દ્રીય આરોગ્ય સુરક્ષા સચિવ પ્રીતિ સૂદે શુક્રવારે બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય આરોગ્ય સુરક્ષા સચિવ પ્રીતિ સૂદને શુક્રવારે બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. આમાં આ રાજ્યો અંતર્ગત આવનારા એ જિલ્લાઓ વિશે જણાવવામાં આવ્યુ છે, જેમનુ વર્ગીકરણ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન હેઠળ થયુ છે. કેન્દ્ર દ્વારા જારી નવા આદેશ હેઠળ બધા 6 મહાનગરો - દિલ્લી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, બેંગલુરુ અને હૈદરાબાદને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

સરકારે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો

સરકારે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે સરકાર પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. દરેક જિલ્લા અને રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે ત્રણ મે બાદ જિલ્લાઓને અલગ અલગ ઝોનના હિસાબે વહેંચવાનુ કામ કર્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવ પ્રીત સૂદને બધા રાજ્યોને અનુરોધ કર્યો છે કે તે ચિહ્નિત કરેલા રેડ અને ઓરે્ન્જ ઝોન જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનનુ પરિસીમન કરીને તેમને સૂચિત કરે.

કેટલા જિલ્લા છે રેડ ઝોનમાં

આ સાથે જ તેમણે કહ્યુ કે કોઈ જિલ્લાને ત્યારે ગ્રીન ઝોનમાં માનવામાં આવશે જ્યારે ત્યાં છેલ્લા 21 દિવસમાં કોરોનાનો કોઈ પણ નવો કેસ સામે ન આવ્યો હોય. સૂચિમાં ત્રણ મે બાદ 130 જિલ્લાઓને રેડ ઝો, 284ને ઓરેન્જ અને 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં શામેલ કરવામાં આવ્યા છે.

આ ક્ષેત્રો વિવિધ એકમો તરીકે માનવામાં આવી શકે છે

સૂદને એ પણ કહ્યુ કે એક કે વધુ નગરનિગમોવાળા,નિગમો અને જિલ્લાના અન્ય ક્ષેત્રોને અલગ અલગ એકમો તરીકે માનવામાં આવી શકે છે. જો તે રેડ કે ઓરેન્જ ઝોનમાં આવતા હોય તો આમાંથી એક કે વધુમાં છેલ્લા 21 દિવસોમાં કોઈ નવો કેસ નોંધવામાં ન આવ્યો હતો તો તેમનો આંચલિક વર્ગીકરણમાં એક સ્તર ઓછુ માનવામાં આવી શકે છે.

કન્ટેનમે્ટ ઝોન અને બફર ઝોન વિશે શું છે?

તેમણે કહ્યુ કે બફર ઝોનમાં આરોગ્ય સુવિધાઓમાં આઈએલઆઈ/એસઆરઆઈ કેસોના નિરીક્ષણના માધ્યમથી કેસોની વ્યાપક નિરીક્ષણ થવુ જોઈએ. સાથે જ રાજ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તે ચિહ્નિત રેડ અને ઓરેન્જ ઝોન જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનનુ પરિસીમન કરીને તેમને સૂચિત કરે.

આ પણ વાંચોઃ કોરોનાનો કહેર યથાવતઃ દેશમાં 35000થી વધુ સંક્રમિત, 24 કલાકમાં સૌથી વધુ 1993 નવા મામલાઆ પણ વાંચોઃ કોરોનાનો કહેર યથાવતઃ દેશમાં 35000થી વધુ સંક્રમિત, 24 કલાકમાં સૌથી વધુ 1993 નવા મામલા

English summary
government writes to all states union territories about red orange and green zones covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X