For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં લાગુ કરાયેલ ધારા 92 શું છે?

મંગળવારે જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીનું ગઠબંધન તૂટયા બાદ હવે રાજ્યમાં રાજકીય સંકટની સ્થિતિ છે. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલ શાસન માટે પોતાની મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મંગળવારે જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીનું ગઠબંધન તૂટયા બાદ હવે રાજ્યમાં રાજકીય સંકટની સ્થિતિ છે. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલ શાસન માટે પોતાની મંજૂરી આપી દીધી છે. દેશના બાકીના રાજ્યોમાં સરકારની નિષ્ફળતા પર રાષ્ટ્રપતિ શાસન લાગે છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ત્યારે લાગે છે જ્યારે કોઈ કારણસર સરકાર પડી ભાંગે છે. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જ રાજ્યપાલ શાસન લાગુ થાય છે અને આવુ અહીંના સંવિધાનની ધારા 92 હેઠળ થાય છે.

દેશના બાકીના રાજ્યોથી કેમ અલગ છે જમ્મુ કાશ્મીર

દેશના બાકીના રાજ્યોથી કેમ અલગ છે જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન છ મહિના માટે લગાવવામાં આવે છે. દેશના સંવિધાન હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ દેશનું એકલુ એવુ રાજ્ય છે જેનુ સંવિધાન અલગ છે અને નિયમો અલગ છે. આના કારણે આ રાજ્ય દેશના બાકીના રાજ્યોથી અલગ છે. દેશના અલગ અલગ હિસ્સામાં સંવિધાનની ધારા 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે.

પહેલી વાર વર્ષ 1977 માં લાગ્યુ રાજ્યપાલ શાસન

પહેલી વાર વર્ષ 1977 માં લાગ્યુ રાજ્યપાલ શાસન

રાજ્યપાલના શાસન હેઠળ રાજ્યની વિધાનસભાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અથવા ખતમ કરી દેવામાં આવે છે. જો છ મહિના પહેલા સરકાર ન બની શકે તો પછી આ શાસનને આગળ વધારવામાં આવી શકે છે. પહેલી વાર માર્ચ 1977 માં જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયુ હતુ. તે સમયે કોંગ્રેસની સરકારે રાજ્યમાં નેશનલ કોન્ફરન્સની સરકારને આપેલુ સમર્થન પાછુ ખેંચી લીધુ હતુ જેને ફારુખ અબદુલ્લાના પિતા શેખ અબદુલ્લા લીડ કરી રહ્યા હતા.

પહેલા જમ્મુ કાશ્મીરના પોતાના પીએમ હતા

પહેલા જમ્મુ કાશ્મીરના પોતાના પીએમ હતા

જમ્મુ કાશ્મીરમાં ધારા 370 લાગુ છે અને સંવિધાનની આ ધારા હેઠળ કેન્દ્ર સરકાર અને સંસદ પાસે રાજ્ય સાથે જોડાયેલા અમુક જ મામલામાં હસ્તક્ષેપનો અધિકાર હોય છે. બાકીના મુદ્દાઓ સ્થાનિક સરકાર પાસે હોય છે અને વિધાનસભા તરફથી સરકારના કાર્યોને સમર્થન આપવામાં આવે છે. દેશના બાકીના ભાગોમાં જ્યાં રાજ્યપાલ હતા ત્યાં 1965 સુધી જમ્મુ કાશ્મીરના તે પદને સદર-એ-રિયાસત કહેવામાં આવતુ હતુ. સરકારના મુખીયાને મુખ્યમંત્રી નહિ પરંતુ પ્રધાનમંત્રી કહેવામાં આવતા હતા.

રાજ્યમાં ઈમરજન્સી ઘોષિત થઈ શકે છે

રાજ્યમાં ઈમરજન્સી ઘોષિત થઈ શકે છે

ભારત સરકાર ઈચ્છે તો જમ્મુ કાશ્મીરમાં ઈમરજન્સીની સ્થિતિ ઘોષિત કરી શકે છે અને રાજ્યમાં રાજ્યપાલને શાસનને લાગુ કરી શકે છે. વળી, રાજ્યમાં રક્ષા, વિદેશી બાબતો, સંચાર અને આર્થિક બાબતો સાથે જોડાયેલા મુદ્દા કેન્દ્ર સરકાર અને દેશના સંવિધાન હેઠળ આવે છે.

English summary
Governor Rule in Jammu Kashmir: know all about section 92 of state's constitution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X