For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ બહાદુર શાસ્ત્રીના મોતના રહસ્ય પરથી ઉઠી શકે છે પડદો, પીએમ લેશે ફેસલો

લાલ બહાદુર શાસ્ત્રીના મોતના રહસ્ય પરથી ઉઠી શકે છે પડદો, પીએમ લેશે ફેસલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નેતાજી શુભાષ ચંદ્ર બોઝના મૃત્યના રહસ્ય પરથી પડદો ઉઠ્યા બાદ હવે લાલ બહાદુર શાસ્ત્રીના મોત્યુ સાથે જોડાયેલા દસ્તાવેજોને સાર્વજનિક કરવામાં આવી શકે છે. સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને કહ્યું કે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલ તમામ દસ્તાવેજોને પીએમ અને ગૃહમંત્રી સામે રાખવાં જોઈએ, જેનાથી તેઓ ફેસલો લઈ શકે કે દસ્તાવેજોને સાર્વજનિક કરવાં જોઈએ કે નહિ. આ નિર્દેશ પીએમ કાર્યાલયના સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન તરફથી આપવામાં આવ્યો છે.

પીએમ સામે રાખવામાં આવશે દસ્તાવેજ

પીએમ સામે રાખવામાં આવશે દસ્તાવેજ

આ મામલે એક આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી, જેમાં અરજદારે પૂછ્યું હતું કે લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ એમની ઑટોપ્સી કરવામાં આવી હતી કે નહિ. જણાવી દઈએ કે લાલ બહાદુર શાસ્ત્રનું 11 જાન્યુઆરી 1966ના રોજ તાશકંદમાં નિધન થયું હતું. આરટીઆઈ દાખલ થયા બાદ સીઆઈસીએ નિર્દેશ આપ્યા કે આ તમામ દસ્તાવેજોને પીએમ અને ગૃહમંત્રાલય સમક્ષ રાખવામાં આવે જેથી લોકોને આ અંગે જોડાયેલ માહિતી આપી શકાય. સીઆઈસીના કમિશ્નર શ્રીધર આચાર્યુલુએ જણાવ્યું કે અમે દસ્તાવેજોને પીએમ અને ગૃહમંત્રીની સમક્ષ રાખશું જે બાદ ફેસલો લેવામાં આવશે કે દસ્તાવેજોને નિષ્ણાંતોની કમિટિ દ્વારા તપાસ બાદ જાહેર કરવા કે પછી બીજી જ કોઈ પ્રક્રિયાથી.

રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ

રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અયૂબ ખાન સાથે 1695માં ઈન્ડો-પાક. યુદ્ધમાં સંઘર્ષ વિરામ પર હસ્તક્ષાર કર્યાની થોડી કલાકોમાં જ લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું. શાસ્ત્રીજીની સંદિગ્ધ પરિસ્થિતિમાં મૃત્યુ થયા બાદ આ રહસ્ય ક્યારેય ઉજાગર ન થયું કે આખરે લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન કેવી રીતે થયું હતું? આ પણ વાંચો-મહાત્મા ગાંધીને પણ હતો વિશ્વાસ કે, બોઝ જીવે છે

સરકારે આપવી જોઈએ જાણકારી

સરકારે આપવી જોઈએ જાણકારી

સીઆઈસી કમિશ્નરે કહ્યું કે આ ઘટના બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, જેમ કે લાલ બહાદુર શાસ્ત્રીના વ્યક્તિગત ડૉક્ટરની હત્યા, એમના બે આસિંસ્ટન્ટના વિવિધ ઘટનામાં મોત, રાજ્યસભા કમિટિથી તથ્યોની ગેર હાજરી અને પત્રકારોના તમામ સવાલો મહત્વના છે. શાસ્ત્રીજીના પત્ની લલિતા અને પરિવારના અન્ય સભ્યો અને કમીશન એ પક્ષમાં છે કે કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને જણાવવું જોઈએ કે આખરે તાશકંદમાં લાલ બહાદુર શાસ્ત્રીની હત્યા કેમ અને કેવી રીતે થઈ હતી.

નેતાજી અંગેના અનેક રહસ્યો ખુલશે, 64 ફાઈલ અને 12,744 પેજના દસ્તાવેજો જાહેર નેતાજી અંગેના અનેક રહસ્યો ખુલશે, 64 ફાઈલ અને 12,744 પેજના દસ્તાવેજો જાહેર

English summary
CIC says PM Modi should decide on the declassifying the records f Lal Bahadur Shastri death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X