For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પહેલા લાખો કર્મચારીને મળી મોટી ગિફ્ટ, પગાર વધશે

દિવાળી પહેલા લાખો કર્મચારીને મળી મોટી ગિફ્ટ, પગાર વધશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝની રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી તેમના પગારમાં વધારો નથી થયો, પરંતુ આ દરમિયાન હરિયાણા સરકારે પોતાના રાજ્યના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો, જે બાદ હરિયાણા સરકારે પોતાના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કરવાની ઘોષણા કરી છે. આ પગાર વધારે 1 જુલાઈ 2018થી લાગુ થશે, જેનાથી લાખો કર્મચારીઓના પગારમાં વધારો થશે.

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા મળી ભેટ

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા મળી ભેટ

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે ભલે લઘુત્તમ સેલેરી અને ફિટમેંટ ફેક્ટરમાં વધારાની ખુશખબરી ન આપી હોય, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બર 2020 સુધી વધુ બે વર્ષ માટે હવાઈ યાત્રામાં છૂટ (એલટીસી) ભથ્થાંનો લાભ ઉઠાવવા માટે જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને અંદમાન નિકોબારની હવાઈ સફરનો લાભ મળશે.

બે દિવસના વિધાનસભા સત્રમાં ધારાસભ્યોએ પોતાનો પગાર વધારો કરી દીધો બે દિવસના વિધાનસભા સત્રમાં ધારાસભ્યોએ પોતાનો પગાર વધારો કરી દીધો

આ કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે

આ કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે

તમિલનાડુના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રદેશના સરકારી ડૉક્ટરોને બહુ જલદી રાહત મળે તેવા સંકેત આપવામાં આવ્યા છે. સરકારે સરકારી ડૉક્ટરોના પગારમાં વધારો અને જલદી પ્રમોશનની માગને પૂરી કરવા માટે એક કમિટિ બનાવવાની ઘોષણા કરી છે, જેના રિપોર્ટના આધાર પર સરકાર પગાર વધારવાનો ફેસલો લેશે.

રાજસ્થાનના શિક્ષકોને મળશે લાભ

રાજસ્થાનના શિક્ષકોને મળશે લાભ

વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજસ્થાન સરકારે વિશ્વવિદ્યાલયોના શિક્ષકોને મોટી ભેટ આપતાં સાતમા પગાર પંચ અંતર્ગત પગાર વધારવાની ઘોષણા કરી છે. સરકારે કહ્યું કે આને એક દિવસમાં લાગુ કરવામાં આવશે. સરકારે રાજ્યના મહાવિદ્યાલય શિક્ષકો માટે સાતમા પગાર પંચનો લાભ એક-બે દિવસમાં લાગુ કરવાનો ફેસલો કર્યો છે.

કર્મચારીઓની માગ

કર્મચારીઓની માગ

પગાર વધારાની અપેક્ષા રાખી રહેલા કર્મચારીઓની માગણી છે કે સરકાર તેમના લઘુત્તમ વેતનને 18000થી વધારીને 26000 રૂપિયા કરી દે અને ફિટમેંટ ફેક્ટરને 2.57 ગણું વધારીને 3.8 ટકા કરે. પગાર વધારાની માગણીને લઈને કેન્દ્રીય કર્મચારીઓએ પ્રદર્શન શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો- સાતમું પગાર પંચ: આ 11 લાખ કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, પગારમાં થયો વધારો

English summary
7th pay commission: Good News For Haryana State Government employee, they will receive boost in salary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X