સરકાર સ્થિર, કોઇ જોખમ નથીઃ કમલનાથ
નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિએ શ્રીલંકામાં તમિળોના માનવાધિકાર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારનાં ઠરાવમાં સંશોધન માટે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. ઠરાવમાં સંશોધન અંગે વાત ચાલી રહી હતી. કોર ગ્રુપમાં ચર્ચા થઇ રહી હતી, બેઠક પૂર્ણ પણ નહોતી થઇ કે કરુણાનિધિને રૂખ બદલી નાંખ્યો અને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી હતી.
નાણામંત્રીએ કહ્યું કે ઠરાવ પર રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને ઠરાવ પર સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે તેના પર નિર્ણય આવે તેવી સંભાવના છે.
સંસદીય કાર્યમંત્રી કમલાનથે કહ્યું કે કોઇએ બહુમતનો પડકાર આપ્યો નથી અને સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સમાજવાદી પાર્ટી કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના રાજીનામાની માંગ કરી રહી છે, તો તેમણે કહ્યું કે, બેની પ્રસાદના નિવેદનને લઇને સંસદમાં ખેદ વ્યક્ત કરી ચૂક્યો છું અને મે સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે વાત કરી હતી. આ વિવાદ હવે ખત્મ થઇ ચૂક્યો છે.