
સરકાર કૉલ અને મેસેજની દેખરેખ નથી રાખી રહી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો ફેક મેસેજ
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસની દહેશત વચ્ચે સોશિયલ મીડિયા પર ઢગલાબંધ અફવાઓ ફેલાઈ રહી છે. હાલ ઈન્ટરનેટ પર એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એમ કહેવાઈ રહ્યું છે કે ભારત સરકારે સાઈબર અપરાધ અંતર્ગત પોલીસને આકરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે સરકાર દરેક નાગરિકના ફોન કૉલ ટ્રેસ કરી રહી છે, એટલું જ નહિ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલી વાતો પર પણ દેખરેખ રાખવામા આવી રહી છે.
વાયરલ થઈ રહેલા મેસેજમાં લોકોને સલાહ આપવામાં આવી કે તેઓ કોઈપણ પ્રકારના બિનજરૂરી મેસેજ કરવાથી બચે અને આ સંદેશાને વધુમાં વધુ શેર કરી ખુદના મિત્રોને આની જાણકારી આપે. સોશિયલ મીડિયા યૂઝર્સને એમ પણ કહેવામાં આવ્યું કે જો તેમની પાસે સરકાર પીએમ મોદીના આદેશ સાથે જોડાયેલ અને દેશની વર્તમાન સ્થિતિને લઈને પણ કોઈ સંદેશ આવે છે તો તેઓ તેને આગળ ફોરવર્ડ ના કરે. જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલ આ મેસેજ સંપૂર્ણપણે ખોટા છે કેમ કે સરકાર આવું કંઈ જ કામ નથી કરી રહી.
જણાવી દઈએ કે દેશ હાલ મોટી મહામારીના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, હાલ સરકારનું આખું ધ્યાન લૉકડાઉનના નિયમોનું પાલન કરાવવા અને કોરોના વાયરસ સાથે લડવા ઉપર છે. આવી સંકટની ઘડીમાં સોશિયલ મીડિયા પર સરકારને લઈ ફેલાવવામાં આવી રહેલ આ સંદેશ ખોટો છે, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ સલાહ આપી છે કે આવા કોઈ મેસેજ આગળ ફોરવોર્ડ ના કરે.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કોરોનાવાઈરસને લઈ હાલ કેટલાય સંદેશા શેર કરવામાં આવી રહ્યા છે જેમાં અડધાથી વધુ મેસેજ ખોટા હોય ચે. આવા મેસેજથી લોકોમાં ગભરાહટ અને ક્યારેક ક્યારેક ખોટી ઉમ્મીદ પેદા થઈ જાય છે. સરકારે સલાહ આપી છે કે લોકોએ માત્ર સત્તાવાર આંકડા અને રિપોર્ટો પર વિશ્વાસ કરવો જોઈએ અને વિશેષ રૂપે આવા પ્રકારના સંકટ સમયે ભ્રામક જાણકારી શેર કરવાથી બચવું જોઈએ.
કોરોનાવાઈરસને પગલે RBI પોતાનું નાણાકીય વર્ષ બદલશે? Fact Check