For Quick Alerts
For Daily Alerts
દરેક રાજ્યમાં બે 'સ્માર્ટ' શહેરો રચવાનું સરકારનું આયોજન
નવી દિલ્હી, 2 ઑક્ટોબર : કેન્દ્ર સરકાર જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (જેએનએનયુઆરએમ)ના બીજા તબક્કામાં દરેક રાજ્યના બે શહેરોને 'સ્માર્ટ' શહેરો તરીકે વિકસાવવાનું આયોજન કરી રહી છે. આ 'સ્માર્ટ' શહેરોમાં ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ અને કાર્બન ન્યુટ્રલ સ્ટેટસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
આ અંગે વાત કરતા શહેરી વિકાસ પ્રધાન કમલનાથે જણાવ્યું કે 'અમારી પાસે અર્બન રિન્યુઅલ મિશન છે. જેમાં કેન્દ્ર સરકાર શહેરોના વિકાસ માટે ભંડોળ આપે છે. તે અંતર્ગત અમે દરેક રાજ્યના બે શહેરોને 'સ્માર્ટ' શહેરો તરીકે વિકસાવવાની દરખાસ્ત રજૂ કરી છે.'
તેમણે જણાવ્યું કે મધ્યમ કક્ષાના શહેરો જેની વસતી અડધાથી એક મિલિયન જેટલી હોય તેમને ઑસ્ટ્રિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅક્નોલોજીની મદદથી વિકસાવવામાં આવશે. ઑસ્ટ્રિયન મિનિસ્ટર ઓફ ટ્રાન્સપોર્ટ, ઇનોવેશન એન્ડ ટૅક્નોલોજી, ડૉરિસ બૂરેસ સાથેની બેઠક બાદ તેમણે આમ જણાવ્યું હતું.