Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત વિરોધી ગતિવિધિઓમાં શામેલ હોવાના કારણે કેન્સલ થયો બ્રિટિશ MP ડેબીનો વિઝા

કેન્દ્ર સરકારે બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સના વિઝાને ફગાવી દેવા પર નિવેદન જારી કર્યુ છે.

કેન્દ્ર સરકારે બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સના વિઝાને ફગાવી દેવા પર નિવેદન જારી કર્યુ છે. સરકારનુ કહેવુ છે કે ડેબી, ભારત વિરોધી ગતિવિધિઓમાં શામેલ રહી છે. એટલા માટે જ તેમણે ભારતમાં દાખલ થવાથી રોકવામાં આવ્યા અને તેમના વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ડેબીને સોમવારે જ ઈન્ટરેશનલ એરપોર્ટથી તેમના દેશ પાછા મોકલી દેવામાં આવ્યા છે. ડેબી એમીરેટ્સની ફ્લાઈટ્સથી પોતાના દોસ્તો અને પરિવારને મળવા આવી હતી. તે હંમેશાથી કાશ્મીર પર મોદી સરકારની નીતિઓની મોટી ટીકાકાર રહી છે.

Debbie Abrahams

સરકાર સાથે જોડાયેલા સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ડેબી, ભારત વિરોધી ઘણી ગતિવિધિઓમાં શામેલ રહી છે. સોમવારે ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે ડેબીને પહેલેથી જ જણાવવામાં આવ્યુ હતુ કે તેમનો ઈ-વિઝા કેન્સલ કરવામાં આવી રહ્યો છે. સરકારના આ નિર્ણયે સારો એવો વિવાદ પેદા કરી દીધો છે. મંગળવારે સરકાર સાથે જોડાયેલા સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે 14 ફેબ્રુઆરીએ ડેબીના વિઝા કેન્સલ થવા વિશે માહિતી આપવામાં આવી હતી.

સરકારે જણાવ્યુ છે કે ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઈઝેશન કે પછી વિઝાની મંજૂરી, આને ફગાવી દેવાનો કે પછી તેને ખતમ કરવાનો કોઈ પણ દેશને સંપ્રભુ અધિકાર છે. ડેબીને પહેલા ગયા વર્ષે સાત ઓક્ટોબરે વિઝા આપવામાં આવ્યા હતા કે જે પાંચ ઓક્ટોબર 2020 સુધી વૈધ હતો. તેમને આ વિઝા બિઝનેસ મીટિંગ્ઝને અટેન્ડ કરવાના હેતુથી આપવામાં આવ્યો હતો. સરકારી સૂત્રો મુજબ તેમના ઈ વિઝા 14 ફેબ્રુઆરીએ રદ કરવામાં આવ્યો છે. તે ઘણી એવી ગતિવિધિઓમાં શામેલ રહી છે જે ભારત વિરુદ્ધ છે. ડેબી, કાશ્મીર પર બનેલ બ્રિટિશ સંસદીય સંગઠનની પ્રમુખ છે. તેમને સોમવારે ભારતમાં દાખલ થવાથી રોકવામાં આવ્યા છે. લેબર પાર્ટીના સાંસદ ડેબી હંમેશાથી મોદી સરકાર પર હુમલાવર રહ્યા છે. તેમણે વિઝા ફગાવી દેવા અંગેના સરકારના વલણ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X