PICS: રામનગરીમાં આવી રીતે મનાવાશે 7092મી દિવાળી, બનશે ઘણા રેકોર્ડ
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા સહિત દુનિયાભરમાં બુધવાર, 7 નવેમ્બરે 7092મી દિવાળી મનાવવામાં આવશે. આ અવસર પર અયોધ્યાવાસીઓએ આ વખતે પણ કંઈક એવી જ તૈયારી કરી છે જેવી ત્રેતા યુગમાં લંકા વિજય બાદ પ્રભુ શ્રીરામે અયોધ્યા આગમન પર ભવ્ય ઉત્સવ મનાવ્યો હતો. દેશમાં સૌથી મોટો દીપોત્સવ અયોધ્યામાં થાય તે માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સાથે વિદેશી રાષ્ટ્રાધિકારી પણ શામેલ થઈ રહ્યા છે. પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ સ્વરૂપોની આગેવાની માટે આમ તો સમગ્ર અયોધ્યા સજીને તૈયાર છે પરંતુ અમુક રેકોર્ડ્ઝ બનવા આ વખતે યાદગાર બની રહેશે.
આ પણ વાંચોઃ કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને દેખાડ્યો દમ, ભાજપને ઝટકો

પહેલી વાર, આતશબાજી વચ્ચે 3.20 લાખ દીવાઓનું પ્રાગટ્ય
પત્રકારો અનુસાર વિદેશી કલાકારો દ્વારા રંગારંગ પ્રસ્તુતિ ઉપરાંત અહીં પહેલી વાર આતશબાજી વચ્ચે 3.20 લાખ દીવાઓને એક સાથે પ્રજ્વલિત કરવાનો રેકોર્ડ બનશે. અયોધ્યામાં ઘણા સ્થળોએ દીપોત્સવનો શુભારંભ રામની લીલાઓ પર આધારિત ઝાંખીઓ કાઢીને કરવામાં આવી રહ્યો છે. ગલી-મહોલ્લાઓમાં દેશના વિભિન્ન ભાગોની મહિલાઓ તેમજ કલાકાર ઝાંખીઓમાં પહોંચી રહ્યા છે.

પુષ્પક વિમાનથી અયોધ્યા પહોંચશે રામ
જે રીતે પ્રભુ શ્રીરામ રાવણ વધ બાદ પુષ્પક વિમાનથી અયોધ્યા પહોંચ્યા હતા, કંઈક એવી જ કોશિશ કળયુગમાં પણ કલાકાર કરી બતાવશે. આધુનિક હેલિકોપ્ટરને પુષ્પક વિમાનનું રૂપ આપીને તેના પર રામ, સીતા અને લક્ષ્મણ સ્વરૂપ ઉતરશે. તેમની આગેવાની યુપી તેમજ બિહારના રાજ્યપાલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમજોંગ સુક કરશે.

7092 વર્ષ પહેલા મનાવી હતી દિવાળી
શાસ્ત્રગણતરી અનુસાર આ દિવાળી 7092મી છે. જ્યારે શ્રીરામ લંકાથી અયોધ્યા પાછા આવ્યા ત્યારે આ સફરમાં તેમને લગભગક 24 દિવસો લાગ્યા હતા. જ્યારે તે અયોધ્યા પહોંચ્યા ત્યારે સરયુ નદી પર અયોધ્યાવાસીઓનો જમાવડો લાગ્યો હતો. આ વખતે પણ સરયુ તટ પર લેઝર લાઈટ શો દ્વારા એવા દ્રશ્યો પ્રદર્શિત કરવાની કોશિશ કરવામાં આવી છે.

આ પણ છે અયોધ્યાની દિવાળીમાં ખાસઃ
અયોધ્યામાં આ વખતે 3-ડી સ્ટાઈરોફોમની 30 ફૂટની મૂર્તિ, જટાયુ, વાનર સેના, પુષ્પક વિમાન અને ભગવાન રામની 20 ફૂટની ચરણપાદુકાની કલાકૃતિઓ સરયુ પુલ પર પ્રદર્શિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વૉટર પ્રોજેક્શન શો 3થી શરૂ થઈને 9 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આના ઘણા ફોટા સામે આવ્યા છે.

એક કલાક આતશબાજી માટે
દિવાળીના દિવસે રામનગરીમાં એક કલાક આતશબાજી પણ થશે. વળી, રાજ્ય સરકારની કોશિશ સરયુના તટ પર સૌથી વધુ દીવા પ્રગટાવવાની છે. આનો એક ફોટો પણ સામે આવ્યો છે.

અયોધ્યાની દિવાળીઃ લાઈવ અપડેટ્સ...
નાની દિવાળીના દિવસે અયોધ્યાના રામકથા પાર્કમાં મોટા મોટા નેતા અને કલાકારો પહોંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જનરલ વી કે સિંહ, ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી, સાઉથ કોરિયન ફર્સ્ટ લેડી, મુખ્યમંત્રી યોગી અને રાજ્યપાલ ત્યાં જ હાજર છે. અહીં ત્રેતાની જેમ ભગવાન રામનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે.

વિવિધ ભાગોની મહિલાઓ તેમજ કલાકારો
ઝાંખીઓમાં ઘણી જગ્યાએ દીપોત્સવનો શુભારંભ રામની લીલાઓ પર આધારિત ઝાંખીઓ કાઢીને કરવામાં આવી રહ્યો છે. ગલી-મહોલ્લાઓમાં દેશના વિવિધ ભાગોની મહિલાઓ તેમજ કલાકાર ઝાંખીઓમાં પહોંચી રહ્યા છે. નગરના એક એક ભાગમાં રંગોળી બનાવતી સિપાહી.

દીપ-પ્રાગટ્ય પહેલા
દીપ પ્રાગટ્ય પહેલા યુપીના સીએમ ઘણા સ્થાનિક નેતાઓ તેમજ કોરિયાઈ રાષ્ટ્રપતિની પત્ની સાથે ચર્ચા કરતા જોવા મળ્યા. યોગીનું કહેવુ છે કે આ દિવાળી પહેલાની બધી દિવાળીઓ કરતા ખાસ રહેશે.

વિદ્યાર્થીઓનો જમાવડો
અવધ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજોના વિદ્યાર્થી પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. બાળકોનું કહેવુ છે કે અયોધ્યામાં આ વખતે દિવાળી સૌથી શાનદાર ઉજવાઈ રહી છે. રામાયણની થીમ પર રંગારંગ રંગોળીઓ પણ મન મોહી રહી છે.

અયોધ્યામાં સરયુ નદી પાસેનું દ્રશ્ય
દીપોત્સવની પૂર્વ સંધ્યા પર રામનગરીનું આ દ્રશ્ય દુનિયાભરમાં ચર્ચિત રહ્યુ. ત્રેતાયુગમાં ભગવાન રામ અહીં જ પુષ્પક વિમાનથી ઉતર્યા હતા.
અયોધ્યાની દિવાળીના આ દ્રશ્ય પણ આ વખતે જોવા મળ્યા છે. માન્યતાઓ છે કે અહીં ધરતીના સૌથી જૂના તહેવાર ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ હાજર છે. જો કે સમય સાથે ઘણી પરંપરાઓ જોડાતી ગઈ અને આ પર્વથી તહેવાર અને તહેવારથી ઉત્સવની સંસ્કૃતિમાં બદલાઈ ગયુ.
આ પણ વાંચોઃ પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈની તુલના સીટ બેલ્ટ સાથે કરી
CM Yogi Adityanath and South Korean first lady Kim-Jung Sook inaugurate the Queen Huh Memorial at Queen Huh Park in Ayodhya. pic.twitter.com/qbDnQQeGZW
— ANI UP (@ANINewsUP) 6 November 2018
#WATCH: Laser show in Ayodhya's Ram ki Paidi on the banks of Sarayu river, ahead of #Diwali. pic.twitter.com/j9GMeMwQog
— ANI UP (@ANINewsUP) 5 November 2018