• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અંબાલામાં Water Salute સાથે થશે રાફેલનુ ભવ્ય સ્વાગત, જાણો કેમ

|
Google Oneindia Gujarati News

અંબાલાઃ ઈન્ડિયન એરફોર્સ(આઈએએફ) છેલ્લા બે દશકથી કોઈ વિદેશી ફાઈટર જેટની રાહ જોઈ રહી હતી. આજે તેની આ આતુરતા અંબાલામાં રાફેલની લેન્ડીંગ સાથે ખતમ થઈ જશે. પાંચ રાફેલની પહેલી બેચ અંબાલામાં લેંડ કરશે અને આ સાથે જ ફ્રેન્ચ જેટ રાફેલ આઈએએફ સાથે જોડાઈ જશે. અંબાલામાં રાફેલના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આઈએએફના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાફેલને અંબાલામાં લેંડિંગ બાદ વૉટર કેનન સેલ્યુટ આપવામાં આવશે.

શું હોય છે વૉટર સેલ્યુટ

શું હોય છે વૉટર સેલ્યુટ

સેલ્યુટ કોઈ પણ મિલિટ્રી એરક્રાફ્ટ અને એરલાઈન સર્વિસને એરપોર્ટ પર લેન્ડ કરવા પર સમ્માન સ્વરૂપે વૉટર કેનન સેલ્યુટ આપવામાં આવે છે. આ સેલ્યુટમાં સામાન્ય રીતે આગ ઓલવતી બે ગાડીઓ એરક્રાફ્ટ પર પાણીનો વરસાદ કરે છે. કોઈ પણ નવા એરક્રાફ્ટની લેંડિંગ અને તેના ટેકઑફ સમયે વૉટર કેનન સેલ્યુટ આપવામાં આવે છે. આ પરંપરાનો હેતુ એરક્રાફ્ટો આભાર વ્યક્ત કરવાનો પણ છે. વૉટર સેલ્યુટમાં જે પણ વ્હીકલ્સ હોય છે તે બધી ઓછી સંખ્યા જેવી કે 2, 4, 6 કે 8 હોય છે. વૉટર સેલ્યુટનો પ્રયોગ કોઈ જમાનામાં કોઈ સીનિયર પાયલટ કે એર ટ્રાફિક કંટ્રોલરના રિટાયરમેન્ટ કે તેમની ફ્લાઈંગ પહેલા કે છેલ્લા દિવસે કરવામાં આવતો હતો.

ક્યારે થઈ આ પરંપરાની શરૂઆત

ક્યારે થઈ આ પરંપરાની શરૂઆત

વૉટર સેલ્યુટની શરૂઆત ક્યારે થઈ એ વિશે તો કહેવુ મુશ્કેલ છે પરંતુ માનવામાં આવે છે કે આની શરૂઆત 30 વર્ષ પહેલા સન 1990માં થઈ હતી. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ એરક્રાફ્ટ ઉપરાંત શિપ્સને પણ આ રીતનુ સેલ્યુટ આપવામાં આવે છે. 1990માં અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સના પાયલટ જ્યારે રિટાયર થઈ રહ્યા હતા, સાલ્ટ લેક સિટી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી આ રીતે જ તેમનુ સમ્માન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન પાણીની મદદથી ધનુષના આકારની આકૃતિ બનાવવામાં આવી હતી અને પાયલટ તેની નીચેથી જ પસાર થયા હતા. વર્ષ 2016માં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હતી તો લા ગૌર્ડિયા એરપોર્ટથી તેમના પહેલા ડિપાર્ચર પર તેમને વૉટર સેલ્યુટ આપવામાં આવ્યુ હતુ.

સઘન સુરક્ષામાં થશે રાફેલનુ લેંડીંગ

સઘન સુરક્ષામાં થશે રાફેલનુ લેંડીંગ

આઈએએફના સૂત્રો મુજબ રાફેલ જેટ બપોરે બે વાગે અંબાલામાં લેંડ કરી શકે છે. રાફેલની લેંડીંગ પહેલા અંબાલામાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે અને આખા શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આઈએએફે ફોટો અને વીડિયો લેવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાંસ સાથે સન 2015માં 36 રાફેલની ડીલ ભારતે સાઈન કરી હતી. ભારતના રાફેલ ખરીદ્યા બાદ હવે અમુક દેશોએ પણ ફ્રાંસ પાસે આની માંગ કરી છે. અત્યાર સુધી ભારત ઉપરાંત ઈજિપ્ત અને કતારની વાયુસેનાઓ આનો પ્રયોગ કરી રહી છે. સોમવારે રાફેલ ફ્રાંસના મેરીનેકથી ભારત માટે રવાના થયા હતા. રાફેલની ભારત સુધી ઉડાન દરમિયાન એક સ્ટૉપ યુનાઈટેડ આરબ અમિરેટ્સ(યુએઈ)ના અલ દાફ્રા એરબેઝ હતુ. અબુ ધાબી પાસે આ એરબેઝ અમેરિકી સેનાઓનુ મહત્વનુ બેઝ છે અને અહીંથી ફ્રાંસની સેનાઓ પણ ઑપરેટ કરે છે.

એક મિનિટમાં 60,000 ફૂટની ઉંચાઈ

એક મિનિટમાં 60,000 ફૂટની ઉંચાઈ

રાફેલ એક વારમા લગભગ 26 ટન (26 હજાર કિલોગ્રામ) વજન સાથે ઉડાન ભરવામાં સક્ષમ છે. આ જેટ 3,700 કિલોમીટરની સીમામાં ક્યાંય પણ હુમલો કરી શકે છે. આ ઉપરાંત તે 36,000થી 60,000 ફૂટની મહત્તમ ઉંચાઈ સુધી ઉડાન ભરી શકે છે અને અહીં સુધી માત્ર એક મિનિટમાં પહોંચી શકે છે. એક વાર ટેંક ફૂલ થયા બાદ તે સતત 10 કલાકસુધી હવામાં રહી શકે છે. રાફેલને હવાથી જમી અને હવાથી હવામાં બંનેમાં હુમલો કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે. રાફેલ પર લાગેલી ગન એક મિનિટમાં 125 ફાયર કરી શકે છે. તેનાથી દરેક મોસમમાં લાંબા અંતરના જોખમનો અંદાજો લગાવી શકાય છે.

ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસીને યુવતીઓના અંડરગાર્મેન્ટસ સાથે કરતો આવી હરકત, પોલિસ પણ ચોંકીગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસીને યુવતીઓના અંડરગાર્મેન્ટસ સાથે કરતો આવી હરકત, પોલિસ પણ ચોંકી

English summary
Grand welcome for IAF Rafale jet with water salute at Air Force station Ambala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X