
'આંખો મે તેરી અજબ સી...' ગીત પર દાદીએ પૌત્ર સાથે કર્યો જબરદસ્ત ડાંસ, વીડિયો વાયરલ
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈ વીડિયો તમને જોવા મળતો હોય છે કોઈ રમૂજી હોય તો કોઈ કંઈક અલગ. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે જેમાં એક દાદી પોતાના પૌત્ર સાથે દિલ ખુશ કરી દે તેવો ડાંસ કરી રહ્યા છે. જો કે તમને આ થોડુ રમૂજી લાગશે પરંતુ પૌત્રની દાદી સાથેનો દેસી અંદાજમાં ડાંસ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

દાદી અને પૌત્રનો ડાંસ છવાઈ ગયો
દાદી અને પૌત્રની જોડીનો ઈન્સ્ટાગ્રામ રીલ ટ્રેન્ડ પર એકસાથે ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનુ દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં 89 વર્ષના વૃદ્ધ દાદી દેસી અંદાજમાં પોતાના પૌત્ર સાથે ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. વાસ્તમાં, I don't believe in soulmates થોડા સપ્તાહ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક ટ્રેન્ડ બની ગયુ હતુ. જેને લઈને લોકો પોતાનો ડાંસિંગ વીડિયો બનાવીને મૂકી રહ્યા છે.

દાદીનો મજાકિયા અને દેસી અંદાજ
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદી કેવા મજાકિયા અને દેસી અંદાજમાં ડાંસ કરતા જોવા મળી રહ્યા છે અને તેમનો પૌત્ર પણ તેમના અંદાજને મઝાથી ફોલો કરી રહ્યો છે. વીડિયોમાં તમે યુવકને નાગિન ડાંસ પણ કરતા જોઈ શકો છો જેને સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં જોવામાં આવે છે. દાદીએ ગુલાબી રંગની સાડી પહેરી છે અને તેમનો પૌત્ર શર્ટ પેન્ટ અને ટાઈમાં જોવા મળી રહ્યો છે.

ડાંસિંગ દાદી પર પ્રેમ વરસાવી રહ્યા છે લોકો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને અંકિત જાંગિડે શેર કર્યો છે જે ઈન્સ્ટાગ્રામ પર 18.9k ફોલોઅર્સ સાથે કન્ટેન્ટ ક્રિએટર છે. વીડિયો શેર કરીને તેમણે લખ્યુ, 'Found my soulmate in my DAD'. લોકોને આ જોડી ખૂબ ગમી રહી છે. આ વીડિયોને એક લાખ 60 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 12 હજારથી વધુ લાઈક પણ મળી છે. યુઝર્સ પણ ડાંસિંગ દાદી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. જુઓ વીડિયો...