For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે ગ્રીન ફટાકડા અને સુપ્રીમ કોર્ટે કેમ કર્યો તેનો ઉલ્લેખ?

સુ્પ્રીમ કોર્ટે ‘ગ્રીન ફટાકડા'નો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે તહેવારો પર પ્રદૂષણ ઘટાડતા ગ્રીન ફટાકડા જ વેચવા અને ફોડવા જોઈએ.

|
Google Oneindia Gujarati News

દિવાળી પર ફટાકડાના વેચાણ અંગે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે દિવાળી પર ફટાકડા ફોડવાની મનાઈ નથી પરંતુ વધતા પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાનો સમય જરૂર નિર્ધારિત કર્યો છે. હવે દિવાળી પર રાત્રે માત્ર 8 થી 10 વાગ્યા વચ્ચે માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડી શકાશે. પરંતુ આ આદેશ સાથે કોર્ટે 'ગ્રીન ફટાકડા' નો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે તહેવારો પર પ્રદૂષણ ઘટાડતા ગ્રીન ફટાકડા જ વેચવા અને ફોડવા જોઈએ. ત્યારથી બધાના મગજમાં એ ઘૂમી રહ્યુ છે કે આ ગ્રીન ફટાકડા શું છે, તો ચાલો જાણીએ વિસ્તારથી આ વિશે....

આ પણ વાંચોઃ Pics: ઈશાના લગ્નની કંકોત્રી લઈ પહેલા સિદ્ધિવિનાયક પહોંચ્યો અંબાણી પરિવારઆ પણ વાંચોઃ Pics: ઈશાના લગ્નની કંકોત્રી લઈ પહેલા સિદ્ધિવિનાયક પહોંચ્યો અંબાણી પરિવાર

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ એન્વાયર્મેન્ટલ એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ એન્વાયર્મેન્ટલ એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ

વાસ્તવમાં ગ્રીન ફટાકડાની શોધ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ એન્વાયર્મેન્ટલ એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (નીરી) ની છે જે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ ફટાકડાની ખાસિયત એ છે કે તે ધૂળને સૂકવી શકે છે. વળી, આ ફટાકડાથી થતુ ઉત્સર્જન લેવલ પણ ખૂબ જ ઓછુ છે. જેનાથી તેનો અવાજ પણ કાન ફાડી નાખે તેવો નથી. તે આંખોને ઠંડક આપે છે કારણકે તેમાંથી નીકળતો ધૂમાડો હાનિકારક નથી અને તે ફોડવા પર 50 ટકા ઓછુ પ્રદૂષણ કરે છે.

વૉટર મોલિક્યુકલ્સ એટલે કે પાણીના અણુ

વૉટર મોલિક્યુકલ્સ એટલે કે પાણીના અણુ

તેની ખાસિયત એ પણ છે કે તેમાં વૉટર મોલિક્યુલ્સ એટલે કે પાણીના અણુ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી ધૂળ અને ખતરનાક તત્વો ઘટાડવામાં મદદ મળશે.
આ ફટાકડા ત્રણ પ્રકારના છે-
સેફ વૉટર રિલીઝર (SWAS)
સેફ મિનિમલ એલ્યુમિનિયમ (SAFAL)
સેફ થર્માઈટ ક્રેકર (STAR)

ગ્રીન ફટાકડાથી પ્રદૂષણ 35% ઓછુ

ગ્રીન ફટાકડાથી પ્રદૂષણ 35% ઓછુ

CSIRનો દાવો છે કે ગ્રીન ફટાકડા દ્વારા ખતરનાક નાઈટ્રસ ઓક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ સાથે નાના નાના કણોના ઉત્સર્જનમાં પણ 30 થી 35 ટકાનો ઘટાડો લાવી શકાશે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન CSIR દ્વારા વિકસિત કરવામાં આવેલ ફટાકડાના આ ફોર્મ્યુલાઓને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન PESO પાસે મોકલવામાં આવી ચૂક્યા છે અને તેને એક વાર PESO મંજૂર કરી દે ત્યારબાદ આ ફટાકડાનુ નિર્માણ ઝડપથી કરી શકાશે જેથી દિવાળીના સમયે આ ફટાકડાની માંગ પૂરી કરી શકાય.

આ પણ વાંચોઃ BabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મઆ પણ વાંચોઃ BabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મ

English summary
Green crackers, the less-polluting, less noisy crackers allowed by the Supreme Court this Diwali has finally been developed by scientists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X