For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: ત્રાલમાં CRPFની ટુકડી પર ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીરના પુલાવામાના ત્રાલમાં સીઆરપીએફ પર ગ્રેનેડ હુમલોહુમલા બાદ નાસભાગ થતાં આતંકીઓ ભાગવામાં સફળઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આતંકવાદીઓએ સીઆરપીએફની એક પાર્ટી પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સવારે સીઆરપીએફની એક પાર્ટી ત્રાલના બાટાગુંડ ગામમાંથી પસાર થઇ રહી હતી. એ જ સમયે ત્યાં ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ સુરક્ષાદળોના વાહન પર ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં સીઆરપીએફના બે જવાનો ઘાયલ થયા હતા અને કેટલાક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર અર્થે ત્રાલની સ્થાનિક હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. અચાનક થયેલ ગ્રેનેડ હુમલાને કારણે ચારે બાજુ દોડધામ થઇ ગઇ હતી.

tral

આ દોડધામનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓને પકડવા માટે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આખા વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે. આ પહેલાં પણ ગત મહિને પાકિસ્તાન તરફથી સીમા પર થતા સતત ગોળીબારને કારણે કાશ્મીર પોલીસે સીમાડાના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી. ત્રણ દિવસ ચાલેલા ગોળીબારમાં એક ભારતીય જવાનનું મૃત્યુ પણ થયું હતું. ગોળીબારને કારણે જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસી પાસેના વિસ્તારોમાં આવેલ 300થી વધુ શૈક્ષણિક સંસ્થાનોને ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી હતી.

English summary
Grenade attack on CRPF party by terrorists South Kashmirs Tral, 2 CRPF personnel and 2 civilians injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X