For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરના લાલચોક પર હુમલો, 1 જવાન સહિત 8ને ઇજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 29 નવેમ્બર: જમ્મૂના અરણિયા સેક્ટરમાં હુમલો કર્યાના બે દિવસ બાદ શનિવારે બપોરે ઐતિહાસિક લાલ ચોકમાં સંદિગ્ધ આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો, જેમાં એક જવાન સહિત 8 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ જવાનોને નિશાન બનાવી હુમલો કર્યો હતો. હુમલા બાદ સેનાએ આખા વિસ્તારને ઘેરીને આતંકવાદીઓ શોધખોળ શરૂ કરી દિધી છે.

હુમલો શ્રીનગરના લાલચોક પાસે થયો છે જે શહેરનો સૌથી પોશ વિસ્તાર છે. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે, જેમાં એક બાળક હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હુમલો લાલ ચોકમાં સીઆરપીએફના બંકરને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ બંકર પાસે ગ્રેનેડ ફેંક્યા અને ત્યાંથી ફરાર થઇ ગયા. ત્યાં પસાર થઇ રહેલી મહિલા અને બાળક શિકાર થયા.

army

સેનાનું માનવું છે કે હુમલો કરનાર આતંકવાદી તે સમૂહનો ભાગ છે, જેમણે બે દિવસ પહેલાં જમ્મૂના અરણિયા સેક્ટરમાં કથાર ગામમાં સેનાના કેંપ પર હુમલો કર્યો હતો. બીજી તરફ હજુ સુધી પણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. ગુરૂવારે જમ્મૂના અરણિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા કથાર ગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સેનાની વર્દીમાં આવેલા 4 થી 5 આતંકવાદીએ સેનાના ખાલી પડેલા બંકર પર કબજો કરી ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 3 જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ સ્થાનિક નાગરિક પણ મૃત્યું પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

હુમલા બાદ આખા વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સેનાએ આખો વિસ્તાર ચારેયબાજુથી ઘેરી લીધો છે અને કોઇપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે પુરી તૈયારી કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. બીજા તબક્કાનું મતદાન 2જી ડિસેમ્બરના રોજ થવાનું છે.

English summary
Eight people including an officer of the Central Reserve Police Force or CRPF were injured in a grenade blast at Lal Chowk, a busy market area in Srinagar, on Saturday afternoon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X