For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુરમાં મંત્રીના ઘરે ગ્રેનેડથી હુમલો

|
Google Oneindia Gujarati News

grenade-attack
ઇમ્ફાલ, 27 એપ્રિલ : ઉદ્રવાદીઓએ ઇમ્ફાલ સ્થિત મણિપુરના સિંચાઇ અને પૂર નિયંત્રણ મંત્રી નામથાંગ હોકિપના નિવાસ સ્થાન પર શુક્રવારે મોડી સાંજે એક શક્તિશાળી ગ્રેનેડ નાખ્યો હતો. જો કે તેમાં વિસ્ફોટ થઇ શક્યો ન હતો. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે ન્યુ ચેકોન વિસ્તારમાં હોકિપના નિવાસ સ્થાને બે ઉદ્રવાદીઓએ શુક્રવારે સાંજે 7 વાગે કડ઼ક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે તેમાં વિસ્ફોટ થયો ન હતો. ઉગ્રવાદીઓએ અંધારાનો ફાયદો ઉઠાવીને ઘટનાસ્થળેથી ભાગવાનો નિર્ણય લીધો હતો. હોકિપ આ ઘટના સમયે ઘરમાં હાજર ન હતા પણ તેમના ઘરના સભ્યો હાજર હતા.

હોકિપે જણાવ્યું કે પોલીસના બોમ્બ વિશેષજ્ઞોએ ગ્રેનેડને નિવાસ સ્થાનમાંથી દૂર કર્યો હતો. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આકરી સુરક્ષા વ્યવસ્થાવાળા વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ શા માટે વિસ્ફોટકો સાથે ફરી રહેલા ઉદ્રવાદીઓની ગતિવિધિઓ જાણી શક્યા ન હતા.

મંત્રીએ એમ પણ જણાવ્યું કે ગ્રેનેડની પિન તેમના ઘરની બાઉન્ડ્રી વોલની બહારથી મળી હતી. ગ્રેનેડ તેમના ઘરના શયનકક્ષમાં આવીને પડ્યો હતો. તેમણે જણાવ્યું કે કેટલાક કુકી ઉગ્રવાદીઓએ થોડા સમય પહેલા તેમની પાસેથી નાણાની માંગણી કરી હતી. સાથે આમ કરવામાં નહી આવે તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી.

આ દરમિયાન નવરચિત કુકુ નેશનલ ફ્રન્ટ - એન (કેએનએફ-એન) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. કેએનએફ-એનના પ્રચાર સચિવ ગો વાઇફીએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મંત્રીના આવસમાં ગ્રેનેડ હુમલા માટે તેઓ જ જવાબદાર છે. વાઇફીએ જણાવ્યું કે સંગઠને પાર્ટી ફંડ માટે મંત્રી પાસે ધનની માંગણી કરી હતી.

English summary
Grenade fired at the minister's residence in Manipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X