• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જયપુરમાં ઝીકા વાયરસથી દહેશત, કેવી રીતે ફેલાયો જીવલેણ ઝીકા વાયરસ

|

સોમવારે જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં ઝીકા વાયરસથી પીડિત એક મહિલાએ પોતાના ચોથા બાળકને જન્મ આપ્યો. આ પહેલી વાર છે જ્યારે જયપુરમાં ઝીકા વાયરસ ફેલાયા બાદ કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. જન્મથી પહેલા બાળકના માતા અને પિતા ખૂબ ગભરાયેલા હતા. તેમની નજરો ડૉક્ટર પર ટકેલી હતી. ત્યાં સુધી કે પ્રશાસનને પણ આ બાળકના જન્મની આતુરતાથી રાહ હતી. સોમવારની રાતે જ્યારે ડૉક્ટરે સિઝેરિયનથી જન્મેલા બાળકને સ્વસ્થ ઘોષિત કર્યુ ત્યારે તેના માતાપિતાની ચિંતા દૂર થઈ. સ્થાનિક પ્રશાસને પણ ખુશી વ્યક્ત કરી. બાદમાં ડૉક્ટર અંજુલા ચૌધરીએ બીબીસીને જણાવ્યુ કે, 'મહિલાના ગર્ભવતી થયાના પહેલા ત્રણ મહિનામાં જો તે ઝીકા વાયરસથી પીડિત હોય તો બાળક પર ઝીકા વાયરસની અસર થાય છે. આ મહિલાને ઝીકા વાયરસ પોઝિટીવ તે સમયે આવ્યો જ્યારે તે બાળકને જન્મ આપવાની બિલકુલ નજીકના સમયમાં હતી.'

200 ટીમોની રચના

200 ટીમોની રચના

આ પરિવાર બિહારથી આવી અહીં વસ્યો છે. બાળકના જન્મ પર પરિવારમાં વધુ ખુશીની વાત એ છે કે ત્રણ દીકરીઓ બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો છે. જયપુરમાં ઝીકા વાયરસથી ફેલાયેલી દહેશત વચ્ચે આ બાળકના જન્મને એક મોટા સમાચાર રૂપે જોવામાં આવી રહ્યા છે. શહેરમાં 29 ઝીકા પીડિતોમાંથી ત્રણ ગર્ભવતી હોવાની સૂચના છે અને તેમને સ્વાસ્થ્ય અધિકારી રોજ મોનિટર કરી રહ્યા છે. ઝીકા વાયરસ મોટાભાગે મચ્છરોથી ફેલાય છે પરંતુ આ સંક્રમણ યૌન સંબંધોથી પણ ફેલાય છે. ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં જો મહિલા ઝીકા વાયરસથી પીડિત થઈ જાય તો જન્મનાર બાળકનો માનસિક વિકાસ અટકી શકે છે. બાળકનું માથુ નાનુ થઈ જાય છે અને હાલમાં તેનો કોઈ ઈલાજ પણ નથી. જયપુરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક ટીમની મદદથી રાજ્ય સરકાર ઝીકા વાયરસને ફેલાતો રોકવાની પૂરી કોશિશ કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણ શરાફે જણાવ્યુ કે રાજ્યભરમાં 200 ટીમોની રચના કરવામાં આવી છે જે તે બધા વિસ્તારોમાં જઈને લોકોને ઝીકાથી બચવાની જાણકારી આપી રહી છે જ્યાં તે વાયરસ ફેલાઈ શકે છે.

આ પણ વાંચોઃ ‘ખોટા આંકડાઓથી દેશને ભરમાવી રહી છે મોદી સરકાર': યશવંત સિન્હા

ખાસ ટાર્ગેટ મહિલાઓ

ખાસ ટાર્ગેટ મહિલાઓ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજસ્થાન સરકારનો દાવો છે કે તેમણે મળીને ઝીકા વાયરસ ફેલતો રોકવા માટે અભિયાન શરુ કરી દીધુ છે. આ અભિયાનનો ઉલ્લેખ કરતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી શરાફ કહે છે, ‘અમે બધા અધિકારીઓને એ આદેશ આપ્યા છે કે યુદ્ધના ધોરણે ઝીકા વાયરસનો મુકાબલો કરવામાં આવે.' બુધવારે ઝીકાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જેથી પ્રશાસનને થોડી શાંતિ મળી છે પરંતુ હજુ બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તેમના પરિણામ આવ્યા બાદ તે સંખ્યા 29 થી વધી પણ શકે છે. ‘મચ્છર ઉછરશે જ્યાં ઝીકા ફેલાશે ત્યાં' આ પ્રકારની માહિતી ઘરે ઘરે વહેંચવામાં આવી રહી છે. પ્રશાસનના અભિયાનની ખાસ ટાર્ગેટ મહિલાઓ છે.

અત્યાર સુધી કેટલી અસર

અત્યાર સુધી કેટલી અસર

જયપુરનો શાસ્ત્રીનગર વિસ્તાર ઝીકા વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અત્યાર સુધી સામે આવેલા 29 માંથી 26 કેસ અહીંન છે. આ વિસ્તારમાં ત્રણ કિલોમીટરમાં સ્વાસ્થ્યકર્મીઓ ફેલાયા છે અને લોકોને ઝીકાથી બચવાની રીતો જણાવી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અધિકારીઓથી બનેલી એક મોટી ટીમે વિસ્તારમાં કેમ્પ લગાવ્યો છે જ્યાંથી અધિકારી ટુકડીઓમાં અલગ અલગ જગ્યાઓએ જઈને બ્લડ સેમ્પલ લઈ રહ્યા છે. અહીં ઘણા લોકોને ઝીકા વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ અભિયાનની લોકો પર કેટલી અસર થઈ તેના જવાબમાં ઘણી મહિલાઓએ કહ્યુ કે અધિકારીઓ આવ્યા હતા અને તે સફાઈ રાખવાની સલાહ આપીને ગયા છે. પરંતુ મોટાભાગના લોકોએ ખુલ્લી ગટરો અને કચરાના ઢગલા તરફ ઈશારો કરીને કહ્યુ કે પ્રશાસન તેમના વિસ્તારમાં સફાઈ નથી કરતા. આ વિસ્તારોમાં વસ્તી વધુ છે અને મોટાભાગના મકાનો કાચા છે. લોકો અહીં ગંદકી વચ્ચે રહે છે. નજીકમાં જ કચરાથી ભરેલુ એક મેદાન છે જ્યાં ભૂંડ અને બીજા જાનવરો ખોરાક માટે આવે છે. બાજુમાં જ બાળકો રમતા હોય છે.

વાયરસ ક્યાંથી આવ્યો

વાયરસ ક્યાંથી આવ્યો

કચરાના ઢગલા પાસેની એક ઈમારત તરફ ઈશારો કરીને એક વ્યક્તિએ કહ્યુ કે તે સરકારી સ્કૂલ છે જ્યાં ગંદકીના કારણે બાળકો જઈ પણ નથી શકતા. જો કે પ્રશાસનની પ્રાથમિકતા ઝીકા વાયરસથી યુદ્ધ કરવાની છે પરંતુ જો આ વિસ્તારોમાં સફાઈ કરાવવામાં ન આવી તો ઝીકાનું જોખમ તોળાતુ રહેશે. સરકારે એ જાણવુ પણ જરૂરી છે કે આ વાયરસ ક્યાંથી આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી શરાફે કહ્યુ કે આ વાયરસ બહારથી આવ્યો છે અને તેમણે એ પણ સ્વીકાર્યુ કે તેના સંકેત હજુ સુધી તેમને નથી મળ્યા.

બિહાર-યુપીમાં એલર્ટ

બિહાર-યુપીમાં એલર્ટ

ગયા વર્ષે અમદાવાદમાં ઝીકા વાયરસના ત્રણ કેસ સામે આવ્યા હતા. ગુજરાત સરકાર તરત જ તેને રોકવામાં સફળ રહી હતી. ઝીકા વાયરસના કેસ 30 દેશોમાં જોવા મળ્યા છે. ત્રણ વર્ષ પહેલા બ્રાઝિલમાં આનાથી સેંકડો લોકો પીડિત થયા હતા. જયપુરના પીડિતોમાં કોઈએ વિદેશની યાત્રા નથી કરી. ડૉક્ટરોનું માનવુ એમ પણ છે કે આ વાયરસ દેશના બીજા વિસ્તારોમાંથી અહીં આવીને વસેલા લોકોના કારણે ફેલાયો છે. તેમને ચિંતા એ વાતની છે કે આ પ્રવાસીઓમાંથી આ વાયરસ ક્યાંક બીજા રાજ્યમાં પણ ફેલાઈ ન જાય. જયપુરમાં રહેતા બિહારનો એક વ્યક્તિ ઝીકા વાયરસથી પીડિત થયા બાદ પોતાના ગામ પાછો જતો રહ્યો હતો. બિહાર અને ઉત્તરપ્રદેશના હજારો મજૂર અહીં રહે છે. કદાચ એટલા માટે જ ઉત્તરપ્રદેશ અને બિહારની સરકારો પણ હવે હાઈ એલર્ટ પર છે.

આ પણ વાંચોઃ સતલોક આશ્રમ મામલે સંત રામપાલ સામે આજે ચુકાદો, સઘન સુરક્ષા વ્યવસ્થા

English summary
Ground Report Zika Virus Panic in Jaipur Victim Mother gave birth to baby
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more