For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે ખાસ હશે પીએમ મોદીનું ભાષણ, વરિષ્ઠ મંત્રી તૈયાર કરશે સ્પીચ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી તરીકે પોતાના કાર્યકાળનુ છેલ્લુ ભાષણ આપશે. પીએમ મોદીનું આ ભાષણ આમ જોવા જઈએ તો ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી તરીકે પોતાના કાર્યકાળનુ છેલ્લુ ભાષણ આપશે. પીએમ મોદીનું આ ભાષણ આમ જોવા જઈએ તો ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે. આ ભાષણ દ્વારા પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લાથી એ તમામ યોજનાઓ ગણાવશે જેને તેમની સરકારે છેલ્લા ચાર વર્ષમાં શરૂ કરી. પીએમ મોદી પોતાના ભાષણને દરેક રીતે યાદગાર બનાવવાની કોશિશ કરશે. એટલા માટે જ આ વખતે પીએમનું ભાષણ તૈયાર કરવાની જવાબદારી મંત્રીઓના સમૂહને આપવામાં આવી છે. આ મંત્રી સમૂહ પીએમ મોદીનું ભાષણ તૈયાર કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આ સમૂહનું નેતૃત્વ ગૃહમંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવ્યુ છે.

મંત્રી સમૂહને મળી જવાબદારી

મંત્રી સમૂહને મળી જવાબદારી

આ વર્ષે 15 ઓગસ્ટના રોજ થનારુ પીએમ મોદીનું ભાષણ ઘણી રીતે મહત્વનું હશે. આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલા યોજાનારા આ ભાષણ બાદ મોદી સરકારની ભવિષ્યની દિશા અને દશા બંને નક્કી થશે અને આ ભાષણના આધાર પર આવતી ચૂંટણીમાં આ સરકારના શું મુદ્દા હશે તે પણ જોવા મળશે. જાણકારી અનુસાર આ વખતે પીએમ મોદી આવતી ચૂંટણીના ઉપલક્ષ્યમાં બ્યુરોક્રેટ્સ દ્વારા તૈયાર કરાયેલ ભાષણ નથી આપવા ઈચ્છતા એટલા માટે મંત્રી સમૂહને આની જવાબદારી આપવામાં આવી છે.

સરકારના લેખાજોખા

સરકારના લેખાજોખા

પીએમ મોદી આ વખતનું ભાષણ ખૂબ જ સાધારણ રીતે તમામ તથ્યોને એકત્ર કરીને તેને લોકો વચ્ચે રાખવા ઈચ્છે છે જેનાથી લોકો સાથે સીધો સંવાદ સ્થાપી શકાય. છેલ્લા ચાર વર્ષની અંદર સરકારની ઉપલબ્ધિઓને આ ભાષણમાં સંપૂર્ણપણે શામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જેનાથી લોકોને સરકારના લેખાજોખા આપી શકાય. રિપોર્ટની માનીએ તો સરકારની તમામ નીતિઓને આ ભાષણમાં શામેલ કરવામાં આવશે.

નવી યોજનાઓનું એલાન નહિ થાય

નવી યોજનાઓનું એલાન નહિ થાય

આ ભાષણ દ્વારા પીએમ મોદી તમામ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર સરકારનો મત રાખશે. આ ભાષણની એક ખાસ વાત એ પણ હશે કે આ વખતે કોઈ નવી યોજનાનું એલાન કરવામાં નહિ આવે. પોતાના પહેલાના તમામ ભાષણોમાં પીએમ મોદીએ ઘણી નવી યોજનાઓનું એલાન કર્યુ હતુ પરંતુ સરકારના અંતિમ ભાષણ દરમિયાન કોઈ પણ નવી યોજનાનું એલાન કરવાથી પીએમ મોદી બચશે. આ પહેલા સ્વચ્છ ભારત અભિયાન, મેક ઈન ઈન્ડિયા જેવા મિશનની પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ ઘોષણા કરી હતી.

English summary
Group of ministers will prepare PM Modi's 15 august speech. Rajnath singh will head the ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X