• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વામીએ રાહુલને કોર્ટમાં લડવા ફેંક્યો પડકાર

|
rahul swami
નવી દિલ્હી, 2 નવેમ્બર: જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમને બુદ્ધૂ ગણાવ્યા હતા. સુબ્રમણ્યમે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે 'આ બુદ્ધૂને માનહાનિના કાનૂન અંગે જાણકારી લેવાની જરૂર છે'

સ્વામીએ ગુરૂવારે પત્રકારોને જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરનારી કંપનીના અધિગ્રહણને લઇને સવાલ ઉઠાવી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસે કંપનીને 90 કરોડથી પણ વધારેની લોન આપી છે. આ આરોપ બાદ રાહુલ ગાંધીના કાર્યાલયે સ્વામીને પત્ર પાઠવીને તેમની પર માનહાનીનો દાવો કરીને કાનૂની પગલાં ભરવાની ચેતવણી આપી હતી.

સ્વામીએ આ અંગે પલટવાર કરતા ટ્વિટર પર લખ્યું હતું કે 'આ બુદ્ધૂને માનહાનિના કાનૂનની જાણકારી મેળવવાની જરૂર છે. પબ્લિક સર્વન્ટ અને સાંસદ હોવાના નાતે તેમણે સાબિત કરવું પડશે કે મે જે કઇ પણ કહ્યું તે ખોટું છે, મારે એ સાબિત કરવાની જરૂર નથી કે મે જે કઇ કહ્યું કે સાચું છે.'

સાથે સાથે તેમણે તેમના પર માનહાનિનો દાવો કરવાની ધમકી આપવાના અહેવાલ પર પલટવાર કર્યો કે રાહુલ ગાંધી મારી સામે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરે અને કોર્ટમાં મારી સામે લડી બતાવે.

English summary
After making allegations of fraud against Congress president Sonia Gandhi and her son Rahul Gandhi, Janata Party chief Subramanian Swamy has now challenged Rahul to file a defamation suit against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more