For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ

GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત થઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું અમલીકરણ થયા બાદ ઉર્જા કાર્યક્ષમ સાધનો પરના અપ્રત્યક્ષ કરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જે ભારતીય નાગરિકો માટે અને ખાસ કરીને મધ્યમ વર્ગના નાગરિકો માટે ફાયદાકારક સાબિત થયું છે. ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) ના રોલઆઉટને કારણે, ભારત સરકારની UJALA સ્કીમ અંતર્ગત વિતરિત ઉર્જા કાર્યક્ષમ ઉપકરણોની કિંમતમાં સુધારો કરી શકાયો છે.

GST

9W LED બલ્બ અત્યારે 70 રૂપિયામાં મળી રહ્યા છે જે જીએસટી લાગુ થયા પહેલા 310 રૂપિયામાં વેચાઈ રહ્યા હતા. 20W એલઈડી ટ્યૂબ લાઈટ હવે માત્ર 220 રૂપિયામાં અને 5 સ્ટાર રેટેડ પંખા 1200 રૂપિયા સુધીની કિંમતમાં મળી રહ્યા છે. ભાવમાં સુધારો કર્યા પછી કેન્દ્ર સરકારે ગ્રાહકોને અપીલ કરી હતી કે UJALA ઉપકરણો માટે EESL દ્વારા ફિક્સ કરેલ કિંમતથી વધુ એકપણ રૂપિયો ન આપવો.

UJALA સ્કીમ અંતર્ગત કુલ 7.5 કરોડ ઘરને આવરી લેવામાં આવ્યાં છે. 18 ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 31 કરોડ 3 લાખ 9 હજાર 218 LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ડિજિટલ ઈન્ડિયાએ કેવી રીતે બદલી નાખી આપણી વ્યવહારની રીત, જાણો

ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા 5 જાન્યુઆરી 2015ના રોજ UJALA સ્કીમ લૉન્ચ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય 77 કરોડ બિનકાર્યક્ષમ બલ્બને ઉર્જા કાર્યક્ષમ એલઈડી બલ્બ સાથે બદલવાનો હતો. એલઈડી લેમ્પના વિતરણના કારણે વર્ષે 3244 કરોડ kWh વીજળી બચાવી શકાઈ છે અને તેને પરિણામે 6525MW વીજળીની માગને પહોંચી વળ્યા.

Ujala

ગ્રાહકોના અંદાજિત બિલમાં વાર્ષિક 12963 કરોડનો ઘટાડો કરી શકાયો છે અને વાર્ષિક 2.62 કરોડ CO2 ઘટાડવામાં પણ મદદરૂપ બન્યું છે.

આ પણ વાંચો- GSTથી ગ્રાહકોને કઈ રીતે થયો ફાયદો, જાણો

GSTએ ગુડ્શ એન્ડ સર્વિસ પર લાદવામાં આવેલ ઈનડાયરેક્ટ ટેક્સ છે. પ્રોડક્શનની દરેક પ્રોસેસમા જીએસટી લાદવામાં આવે છે, જીએસટીને 0 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 18 ટકા એમ વિવિધ પાંચ ટેક્સ સ્લેબમાં આવરી લેવામાં આવ્યો છે. જો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, આલ્કોહોલ અેને વીજળીને જીએસટી હેઠળ આવરવામાં આવ્યા નથી, જે-તે રાજ્ય સરકારો દ્વારા અગાઉની માફક જ આ પ્રોડક્ટ પર ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ મોટાભાગની જરૂરી ચીજવસ્તુઓમાં જીએસટીને કારણે નાગરિકોને રાહત આપવામાં આવી છે.

English summary
GST effect: LED bulbs become cheaper
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X