વીડિયો: લગ્નમાં ખાવાનું ના ભાવ્યું, જોરદાર તોડફોડ કરી
ઘણીવાર આપણે પાર્ટી અથવા લગ્નમાં જઇયે અને ખાવાનું સારું નહીં લાગે તો ઘરે આવીને તેને વિશે ટિપ્પણી કરીયે છે. પરંતુ દિલ્હીના જનકપુરીમાં લગ્નનું ખાવાનું સારું નહીં હોવાને કારણે હોટલના હાલ જ બદલાઈ ગયા. ખરેખર અહીં થઇ રહેલા લગ્નમાં જયારે મહેમાનોને ભોજન સારું ના લાગ્યું ત્યારે તેઓ હોટલ સ્ટાફ સાથે લડ્યા. એટલું જ નહીં પરંતુ તેમને અહીંના સામાન પણ તોડવાનું ચાલુ કરી દીધું. સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં હોટલના હાલ બેહાલ છે અને લોકો હોટલ સ્ટાફ સાથે મારપીટ પણ કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકો છો કે લોકો એકબીજાને ખેંચી રહ્યા છે. ખુરસી ટેબલ પણ તોડી રહ્યા છે. આ ઘટના જનકપુરીના પીકકાડીલી હોટલની છે. ખબર આવી રહી છે કે ખાવાનું સારું નહીં હોવાને કારણે પાર્ટીમાં આવેલા લોકોએ હોટલ સ્ટાફ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો છે. આ ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે, જેને જનકપુરી કનેક્ટ નામથી ફેસબૂક પેજ પર શેર કરવામાં આવ્યા છે. વીડિયોમાં હોટલ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે, જયારે આસપાસ ઝગડાથી વેટર પરેશાન સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે લગ્નમાં આ પ્રકારની ઘટના વિશે પહેલા પણ ખબર આવતી રહી છે. ઘણીવાર ભોજન અથવા ખરાબ સ્વાગતને કારણે બારાતીઓ ઘ્વારા દુલ્હનના ઘરે તોડફોડ કરવાની ખબરો પણ આવતી રહી છે.