For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના રાજકોટમાં જીવતો બૉમ્બ મળવાથી હડકંપ મચ્યો

ગુજરાતના રાજકોટમાં બૉમ્બ મળવાથી હડકંપ મચી ગયો છે. અહીં રાજકોટ જિલ્લાના મટોડા ગામમાં બૉમ્બ મળવાની સૂચના મળ્યા પછી જગ્યા પર બૉમ્બ સ્ક્વોડને બોલાવીને તેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુજરાતના રાજકોટમાં બૉમ્બ મળવાથી હડકંપ મચી ગયો છે. અહીં રાજકોટ જિલ્લાના મટોડા ગામમાં બૉમ્બ મળવાની સૂચના મળ્યા પછી જગ્યા પર બૉમ્બ સ્ક્વોડને બોલાવીને તેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે. આ બોમ્બમાં ટાઇમર લગાવ્યો છે. હજુ સુધી પોલીસને આ બાબતની જાણકારી નથી મળી રહી કે આખરે અહીં બૉમ્બ કોણે મુક્યો છે, પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. આપણે જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની હાલમાં રાજકોટમાં છે. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર હોય શકે છે.

Rajkot Bomb

રિપોર્ટ અનુસાર રાજકોટ જિલ્લાના મટોડા ગામમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ બૉમ્બ આજે સવારે મળી આવ્યો છે. જેમાં ડેટોનેટર લગાવવામાં આવ્યો છે. બૉમ્બ મળ્યા પછી તેની સૂચના તરત બૉમ્બ સ્ક્વોડને આપવામાં આવી. થોડા જ સમય માં બૉમ્બ સ્ક્વોડ જગ્યા પર પહોંચી અને તેમને બૉમ્બ ડિફ્યુઝ કરી દીધો. આ પહેલા પણ રાજકોટના ખોડિયારપારા વિસ્તારમાં એક જીવતો બૉમ્બ મળ્યો હતો. જેને કેટલાક લોકોએ એક ઘર તોડી પાડવાના ઈરાદાથી લગાવ્યો હતો.

English summary
Gujarat: A bomb has been found in Metoda Village of Rajkot district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X