• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Bihar Election Results 2020 Live Updates: બિહારમાં NDAને પૂર્ણ બહુમત, જીતી 125 સીટો

|

બિહાર વિધાનસભા ચૂંટણીના અને ગુજરાત વિધાનસભાની 8 સીટ પર થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ આવી રહ્યાં છે. જેની સાથે જોડાયેલી તમામ માહિતી તમે વનઈન્ડિયા ગુજરાતી પર મેળવી શકો છો. લાઈવ બ્લોગ અને સમાચારો દ્વારા. સાથે જ તમને અમારા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અપડેટ મળશે.

election live

જણાવી દઈએ કે કોરોના મહામારી વચ્ચે યોજાયેલ બિહાર વિધાનસભા ચૂંટણી ભારતની સૌથી મોટી ચૂંટણી કહેવામાં આવી રહી છે. ખાસ ઈંતેજામ સાથે બિહારમાં ત્રણ તબક્કામાં વોટિંગ થયું હતું. 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાાન થયું હતું, ત્રણ નવેમ્બરે બીજા તબક્કાનું અને સાત નવેમ્બરે છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. જ્યારે આજે પરિણામ આવી રહ્યાં છે. બિહાર વિધાનસભામાં કુલ 243 સીટ છે, જેમાંથી જીતવા માટે કોઈપણ પાર્ટીએ 122નો જાદુઈ આંકડો હાંસલ કરવાનો રહેશે.

Bihar Election Results: મતગણતરી કેન્દ્રો પર થ્રી લેયર સિક્યોરિટી

Newest First Oldest First
8:16 AM, 11 Nov
બિહારમાં એનડીએની જીત બાદ મોડી રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપવા સાથે બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો.
7:15 AM, 11 Nov
પરિણામ ઘોષિત
બધી 243 વિધાનસભા ક્ષેત્રોના પરિણામ ઘોષિત. એનડીએ 125 સીટો જીતી(ભાજપ 74, જેડીયુ 43, વીઆઈપી 4, એચએએમ 4). મહાગઠબંધને 110 સીટો પર જીત મેળવી(રાજદ 75, કોંગ્રેસ 19, વામ 16) એઆઈએમઆઈએમ 5, બસપાએ 1, લોજપા 1 અને અપક્ષ 1 સીટ મેળવી છે.
2:01 AM, 11 Nov
હજી પણ 20 સીટ પર મતગણતરી ચાલુ છે, પરિણામ જાહેર થતાં વિલંબ થઈ શકે છે.
1:11 AM, 11 Nov
ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું કે હજી 17 સીટ પર મતગણતરી ચાલુ છે. હજી 66મા રાઉન્ડની મતગણતરી ચાલુ છે.
1:11 AM, 11 Nov
મતગણતરી ચાલુ છે, ફાઈનલ પરિણામ આવવામાં હજી વાર લાગશેઃ ચૂંટણી પંચ
1:08 AM, 11 Nov
223 સીટના પરિણામ ઘોષિતઃ ચૂંટણી પંચ
12:55 AM, 11 Nov
થોડી વારમાં જ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે
12:29 AM, 11 Nov
કુલ 243માંથી 203 સીટ માટે પરિણામ ઘોષિત કરવામાં આવ્યાં. NDAએ 102 સીટ જીતી (BJP 60, JDU 34, VIP 4, HAM 4) મહાગઠબંધને 93 સીટ પર જીત હાંસલ કરી (RJD 64, કોંગ્રેસ 16, વામ 13), AIMIMએ 5, બીએસપીએ 1 અને 1 અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરી છે.
12:25 AM, 11 Nov
જીત બાદ મા રાવડી દેવીને મળવા પહોંચ્યા તેજ પ્રતાપ
12:25 AM, 11 Nov
જીત બાદ મા રાવડી દેવીને મળવા પહોંચ્યા તેજ પ્રતાપ
12:19 AM, 11 Nov
બિહારમાં વિકાસ, પ્રગતિ અને સુશાસનને ફરૂ ચૂંટવા માટે રાજ્યના તમામ ભાઈઓ- બહેનોનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. હું ખાસ કરીને બિહારના યુવાઓ અને મમહિલાઓને સાધુવાદ આપું ચું જેમણે બિહારમાં સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય ચૂંટીને એનડીએની પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવીઃ ગૃહમંત્રી અમિત શાહ
12:18 AM, 11 Nov
બિહાર વિધાનસભા ચૂંટણી હોય કે પછી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મણિપુર કે પછી તેલંગાણાની પેટાચૂંટણી હોય, સમગ્ર રાષ્ટ્રએ વડાપ્રધાાનની જનકલ્યાણ નીતિઓમાં પોતાનો અતૂટ વિશ્વાસ બનાવી રાખ્યો છે અને માનનીય પ્રધાનમંત્રીજ પર જનતાનો ભરોસો દ્રઢ છેઃ જેપી નડ્ડા
12:16 AM, 11 Nov
આરજેડી પોતાની હાર નથી પચાવી શકતુંઃ ભાજપ
11:50 PM, 10 Nov
બિહારના યુવા સાથીઓએ સ્પષ્ટ કરી દીધું કે આ નવો દશકો બિહારનો હશે અને આત્મનિર્ભર ભારત તેનો રોડમેપ છે. બિહારના યુવાનોએ પોતાના સામર્થ્ય અને એનડીએના સંકલ્પ પર ભરોસો દાખવ્યો છે. આ યુવા ઉર્જાથી હવે એનડીએને પહેલાની અપેક્ષાએ વદી પરિશ્રમ કરવાનું પ્રોત્સાહન મળ્યું છેઃ પીએમ મોદી
11:49 PM, 10 Nov
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે- બિહારના પ્રત્યેક મતદાતાએ સ્પષ્ટ જણાવી દીધું કે તેઓ આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા માત્રને માત્ર વિકાસ છે. બિહારમાં 15 વર્ષ બાદ પણ એનડીએના સુશાસનને ફરી આશિર્વાદ મળવા દેખાડે છે કે બિહારનું સપનું શું છે, બિહારની અપેક્ષાઓ શું છે.
11:47 PM, 10 Nov
પીએમ મોદી બોલ્યા- બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવી દીધું કે લોકતંત્રને કેવી રીતે મજબૂત કરી શકાય ચે. રેકોર્ડ સંખ્યામાં બિહારા ગરીબ, વંચિત અને મહિલાઓએ વોટિંગ કર્યું અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણાયક ફેસલો પણ સંભળાવ્યો છે.
11:43 PM, 10 Nov
બિહાર વિધાનસભા ચૂંટણી પર મધ્ય રાત્રીએ 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે ચૂંટણી પંચ
11:11 PM, 10 Nov
અમને સંપૂર્ણ બહુમતી મળી છે. એનડીએ અને આરજેડી વચ્ચે આટલો તફાવત છે કે હવે તેમાં ફેરફાર થવાની સંભાવના નથી તેઓ (આરજેડી) નો સમાન એજન્ડા છે જો તેઓ જીતે છે તો ઠીક છે, અને જો તેમ હારે છે તો છેતરપિંડી કરવાનો આરોપ લગાવે છેે: આરજેડી ભાજપ પર ઇવીએમ પર આરોપ લગાવવા પર સંજય જયસ્વાલ
10:57 PM, 10 Nov
એનડીએ 122 અને મહાગઠબંધન 113 બેઠકો પર આગળ છે.
10:52 PM, 10 Nov
કુલ 243 માંથી 165 બેઠકો માટે પરિણામ જાહેર કરાયા હતા, એનડીએએ 83 બેઠકો અને મહાગઠબંધને 76 સીટો જીતી હતી.
10:32 PM, 10 Nov
એનડીએએ 72 બેઠકો જીતી હતી અને 51 બેઠકો પર આગળ, મહાગઠબંધને 44 સીટો જીતી હતી અને 48 પર આગળ છે.
10:14 PM, 10 Nov
ધાંધલધમાલના આરોપો પર, ચૂંટણી પંચ ક્યારેય કોઈના દબાણમાં આવતું નથી.
10:12 PM, 10 Nov
આરજેડીના તમામ આક્ષેપો ખોટા: ચૂંટણી પંચ
10:12 PM, 10 Nov
મતોની ગણતરીમાં વિસંગતતા છે. અમે ચૂંટણી પંચ પાસેથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ: કોંગ્રેસ નેતા અખિલેશ સિંઘ
10:11 PM, 10 Nov
પટણા: રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પાર્ટીના સમર્થકોએ મતોની ગણતરીને પ્રભાવિત કરવા માટે પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રબ્રી દેવીના નિવાસસ્થાનની બહાર સીએમ નીતીશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
10:10 PM, 10 Nov
પટણા: આરજેડી અને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી નીતીશ કુમારના મતની ગણતરીને પ્રભાવિત કરવાના આક્ષેપ સાથે મુદ્દો ઉઠાવવા ચૂંટણી પંચની કચેરી પહોંચ્યા.
9:57 PM, 10 Nov
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું હતું કે સકરા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ રામે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના ચૂંટણી પ્રભારી શ્રી સુબોધ કાંત સહાયને કહ્યું હતું કે તેઓ 600 મતોથી જીત્યા હતા, પરંતુ તેઓને આશરે 1,700 મતોથી પોતાની હાર જાહેર કરવાની ફરજ પડી હતી. શું આ લોકશાહીની કસોટી છે?
9:56 PM, 10 Nov
વહીવટ પર ચૂંટણી પરિણામોની ઘોષણા કરવાનો આરોપ લગાવતા આરજેડી ચૂંટણીપંચ પહોંચ્યું હતું.
9:43 PM, 10 Nov
આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું - જીત છતાં અનેક જગ્યાએ પ્રશાસન અમારા ઉમેદવારોને પ્રમાણપત્ર આપી રહ્યું નથી
9:30 PM, 10 Nov
કુરહાનીથી ભાજપના ઉમેદવાર કેદાર ગુપ્તાએ ફરીથી મતગણતરી કરવાની વાત કરી છે.
READ MORE

English summary
gujarat by election and bihar election results 2020 live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X