For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 13 અને 17 ડિસેમ્બરે મતદાન યોજાશે

|
Google Oneindia Gujarati News

v s sampat
નવી દિલ્હી, 3 ઑક્ટોબર : મુખ્ય ચૂંટણી અધિકારી વી એસ સંપતની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2012ની તારીખોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના અધ્યક્ષ વી. એસ. સંપતની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. ગુજરાતમાં બે તબક્કામાં 13 અને 17 ડિસેમ્બર, 2012ના રોજ ચૂંટણી યોજાશે જ્યારે હિમાચાલ પ્રદેશમાં એક જ તારીખે 4 નવેમ્બર, 2012ના રોજ ચૂંટણી યોજાશે.

આ અંગેની માહિતી આપતા સંપતે જણાવ્યું કે 'ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ 17 જાન્યુઆરી, 2013ના રોજ પૂરી થાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટેનું મતદાન 13 અને 17 ડિસેમ્બર, 2012ના રોજ યોજવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ 10 જાન્યુઆરી, 2013ના રોજ પુરો થાય છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2012 માટે 4 નવેમ્બર, 2012ના રોજ મતદાન યોજવામાં આવશે. ગુજરાતમાં વોટર આઇડી તૈયાર કરવાનું કામ 99 ટકા પૂરું થઇ ગયું છે. હિમાચલ પ્રદેશમાં વોટર આઇડી તૈયાર કરવાનું કામ 100 ટકા પૂરું થઇ ગયું છે.'

ગુજરાતમાં ચૂંટણીના મહત્વના આંકડા

- કુલ બેઠકો 182, એસસી બેઠકો 13, એસટી બેઠકો 26
- ગુજરાતમાં કુલ મતદાન મથકો 4446
- ગુજરાતમાં કુલ મતદારો 3.78 કરોડ
- ગુજરાતમાં 99 ટકા વોટર કાર્ડ તૈયાર

ગુજરાતમાં ચૂંટણીની તારીખવાર પ્રક્રિયા
અધિસૂચનાની જાહેરાત
પ્રથમ તબક્કા માટે - 17 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 23 નવેમ્બર, 2012

ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ
પ્રથમ તબક્કા માટે - 24 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 30 નવેમ્બર, 2012

ચૂંટણી ફોર્મની ચકાસણીની તારીખ
પ્રથમ તબક્કા માટે - 26 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 1 ડિસેમ્બર, 2012

ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની તારીખ
પ્રથમ તબક્કા માટે - 28 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 3 ડિસેમ્બર, 2012

ચૂંટણીમાં મતદાનની તારીખ
પ્રથમ તબક્કા માટે - 13 ડિસેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 17 ડિસેમ્બર, 2012

મતદાન ગણતરીની તારીખ
બંને તબક્કા માટે 20 ડિસેમ્બર, 2012ના રોજ મતગણતરી થશે.

ચૂંટણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રક્રિયાનો અંતિમ દિવસ 24 ડિસેમ્બર, 2012 રહેશે.


હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના મહત્વના આંકડા

- કુલ બેઠકો 68, એસસી બેઠકો 17, એસટી બેઠકો 3
- હિમાચલ પ્રદેશમાં કુલ મતદાન મથકો 7252
- હિમાચલ પ્રદેશમાં કુલ મતદારો 4.56 કરોડ
- હિમાચલ પ્રદેશમાં 100 ટકા વોટર કાર્ડ તૈયાર

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખવાર પ્રક્રિયા

અધિસૂચનાની જાહેરાત - 10 ઑક્ટોબર, 2012

ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ - 17 ઑક્ટોબર, 2012

ચૂંટણી ફોર્મની ચકાસણીની તારીખ - 18 ઑક્ટોબર, 2012

ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની તારીખ - 20 ઑક્ટોબર, 2012

ચૂંટણીમાં મતદાનની તારીખ - 4 નવેમ્બર, 2012

મતદાન ગણતરીની તારીખ - 20 ડિસેમ્બર, 2012

ચૂંટણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ - 24 ડિસેમ્બર, 2012

ચૂંટણી પંચની અગત્યની જાહેરાતો
- બધું મતદાન ઇવીએમથી થશે. ઇવીએમનું કામ 100 ટકા પૂરું.
- ફોન પ્રુફ સિક્યુરિટી એરેન્જમેન્ટ, પોલીસ ફોર્સ, અન્ય સુરક્ષાદળો તૈનાત કરાશે.
- ખર્ચ પર નિયંત્રણ રાખવામાં આવશે.
- પેઇડ ન્યુઝ પર નજર રાખવા ત્રણ સ્તરીય સમિતિ રચાશે.
- ઉમેદવારે ચૂંટણી ખર્ચાના હિસાબ માટે અલગ બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે.
- ઉમેદવારો અગાઉ બે એફિડેવિટ રજૂ કરતા હતા, ક્રિમિનલ અને માહિતી હવે એક જ ફોર્મમાં ટૂંકી માહિતી મૂકવામાં આવશે, આ અંગેનું ફોર્મેટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે.
- ત્રણ કમિટી હશે મીડિયા, સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી રચવામાં આવશે.
- જિલ્લા સ્તરે કડક રીતે સમયનું પાલન કરવામાં આવશે.
- પાછલી ચૂંટણીઓમાં જે ચૂંટણી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી કે જેમની સામે આરોપ છે તેમને દૂર રાખવામાં આવશે.

English summary
Gujarat election will be held in two phase : 13 and 17 December 2012 are polling dates. Himechal Pradesh election will be in one phase and on 4th November, 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X