For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ કર્યું ગુજરાતનું પહેલું કામઃ નર્મદા ડેમ પર લાગશે દરવાજા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જૂનઃ છેલ્લા આઠ વર્ષથી લંબિત ગુજરાત સરકારની સૌથી મોટી મહત્વકાંક્ષી યોજના પર આખરે મંજૂરીની મહોર લાગી છે. દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છેકે સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધારવામાં આવે અને ડેમ પર દરવાજા મુકવામાં આવે. આ અંગેની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છેકે વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ અર્થે એ પહેલું કામ કર્યું છે.

narmada-dam
દિલ્હી ખાતે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને બેઠક દરમિયાન ડેમ પર દરવાજા મુકવાની અને ડેમની ઉંચાઇ વધારવાની રાજ્ય સરકારની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના લોકોની જીવાદોરી સમાન છે અને આ ડેમની ઉંચાઇ વધવાથી તથા દરવાજા લાગવાથી ગુજરાતને ઘણો ફાયદો થઇ શકે તેમ છે. બેઠક દરમિયાન લેવાયેલા આ નિર્ણય અંગે નવનિયુક્ત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ આ પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ તેના પર છેલ્લા આઠ વર્ષ સુધી કોઇ મંજૂરીની મહોર લાગી નહોતી. મોદી વડાપ્રધાન બન્યા બાદ મળેલી આ બેઠકમાં આખરે વર્ષોથી લંબિત આ યોજનાને પૂર્ણ કરવા અને આગળ વધારવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.

English summary
gujarat gets approval for raising height of Narmada dam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X