For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલની બદલી, બનશે મિઝોરમના રાજ્યપાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જુલાઇ: રાજ્યપાલોની બદલીના ભાગરૂપે રવિવારે ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલને મિઝોરમ મોકલી દેવામાં આવ્યા છે. બેનીવાલના મોદી સાથે એ સમયે સારા સંબંધ ન્હોતા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં નવા રાજ્યપાલની નિમણૂંક થવા સુધી રાજસ્થાનની રાજ્યપાલ માર્ગરેટ અલ્વાને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

87 વર્ષીય બેનીવાલનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થશે. તેઓ મિઝોરમમાં વક્કોમ પુરુષોત્તમનનું સ્થાન લેશે. ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ અને કેટલાંક વિધેયકોને લઇને મોદી સરકાર સાથે તેમની ઘણી લાંબા સમય સુધી ખેંચતાણ રહી હતી. રાજસ્થાનના રાજ્યપાલ માર્ગરેટ અલ્વાને ગુજરાતનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. તે એક માસમાં સેવાનિવૃત્ત થઇ રહ્યા છે.

kamla beniwal
રાષ્ટ્રપતિ ભવન દ્વારા આજે જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ગુજરાતની રાજ્યપાલ કમલા બેનીવાલને સ્થાનાંતરિત કરીને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મિઝોરમના રાજ્યપાલ વી પુરુષોત્તમનને તેમના બાકીના કાર્યકાળ સુધી નાગાલેન્ડ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ ત્રિપુરાના રાજ્યપાલનો પણ વધારાનો પ્રભાર સંભાળશે.

પહેલા એવી અટકળો તોળાઇ રહી હતી કે સોમવારથી શરૂ થઇ રહેલા સંસદ બજેટ સત્ર પહેલા કેટલાંક નવા રાજ્યપાલોની નિમણૂંક થશે. પાછલા મહીને સરકારે કોંગ્રેસ નેતૃત્વ યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન નિમણૂંક થયેલા કેટલાંક રાજ્યપાલોને પદ છોડવાનો સંકેત મોકલ્યો હતો.

સરકારના ઇશારા બાદ જે રાજ્યપાલોએ રાજીનામુ આપ્યું હતું, તેમાં બીએલ જોશી (ઉત્તર પ્રદેશ), એમકે નારાયણન (પશ્ચિમ બંગાળ), શેખર દત્તા (છત્તીસગઢ), અશ્વની કુમાર (નાગાલેન્ડ) અને બીવી વાંચૂ (ગોવા)નો સમાવેશ થાય છે. બે રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ(કર્ણાટક) અને દેવાનંદ કુંવર (ત્રિપુરા) ગયા મહિનાના અંતે જ સેવાનિવૃત્ત થયા છે.

English summary
Gujarat governor Kamla Beniwal, who had frosty relations with Narendra Modi when he was chief minister of the state, was sent off to Mizoram on Sunday evening in a reshuffle of governors effected by the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X