Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીમાં મેવાણીએ પાર કરી મર્યાદા, પીએમને કહ્યા નમક***

ગુરુવારે બિહારની રાજધાનીના ગાંધી મેદાનમાં જનતાને સંબોધિત કરતા જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિવાદિત શબ્દોનો ઉપયોગ કર્યો.

એકવાર ફરીથી ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એવુ કંઈક કહ્યુ છે જેના પર હોબાળો થવાનો નક્કી જ છે. ગુરુવારે બિહારની રાજધાનીના ગાંધી મેદાનમાં જનતાને સંબોધિત કરતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિવાદિત શબ્દોનો ઉપયોગ કર્યો. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની 'ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીને સંબોધિત કરતા મેવાણી પોતાના 9 મિનિટના ભાષણમાં 6 વખત પ્રધાનમંત્રી માટે અપશબ્દનો ઉપયોગ કર્યો.

jignesh mewani

મેવાણીએ 9 મિનિટના ભાષણમાં 6 વાર પીએમ મોદીને આપી ગાળ

જ્યારે તેમણે પોતાનું ભાષણ શરૂ કર્યુ ત્યારે તેમણે પીએમ મોદીને કેપ્ટન કહીને સંબોધિત કર્યા પરંતુ ત્યારબાદ તે આક્રમક બની ગયા અને તેમણે મર્યાદાની સીમા પાર કરી દીધી. તેમણે પીએમ મોદીને નમક*** કહ્યા. તેમણે સૌથી વધુ નમક*** ગુજરાતની જનતા સાથે કરી છે. મેવાણીએ કહ્યુ કે તે બિહાર સહિત દેશની 130 કરોડ જનતા પાસે માપી માંગે છે કે ગુજરાતે આવો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળો પીસ દિલ્લી મોકલી દીધો છે.

mewani

કેમ ચૂપ છે પીએમ મોદી?

હાલમાં ગુજરાતમાં ઉત્તર ભારતીયોની પિટાઈ થઈ રહી છે. પોતાને ગંગાપુત્ર કહેનારા પીએમ મોદીના મુખમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહિ વિરોધીઓ સામે. હવે તો દેશની જનતાએ સમજી લેવુ જોઈએ કે તેમની ચિંતા કોને છે અને કોને નથી.

mewani

આ છે પીએમ મોદીનો અસલી મુદ્દો...

રેલીને સંબોધિત કરતા જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી માટે ભૂખ, મોંઘવારી, તેલના વધતા ભાવ, ઉનામાં દલિત પર અત્યાચાર અને બે કરોડ વાર્ષિક રોજગાગર પેદ કરવા કોઈ મુદ્દો નથી પરંતુ તેમના માટે અસલી મુદ્દો ગાયનો છે.

mewani

વિજળી ડૂલ થવી પણ તે નમક*** નું ષડયંત્ર

જિગ્નેશ મેવાણી જે સમયે ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન થોડી વાર માટે વિજળી ડૂલ થઈ ગઈ. જેના કારણે માઈકે કામ કરવાનું બંધ કરી દીધુ. જેના કારણે મેવાણીને થોડી વાર માટે રોકાવુ પડ્યુ જેના માટે પણ મેવાણીએ પીએમ પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે આ રીતે વીજળી ડૂલ થવી પણ તે નમક***નું જ ષડયંત્ર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X