શા માટે ગુજરાત દેશના દૂધ ઉત્પાદન કરતા રાજ્યોમાં ચોથા ક્રમે પહોંચ્યું?
અમદાવાદ, 13 જૂન : દેશમાં ડેરી ક્ષેત્રમાં સહકારી મંડળીની સૌથી સરસ કામગીરી ગુજરાતમાં થઇ છે. ગુજરાતમાં ડેરી સહકારી મંડળીઓએ અન્ય રાજ્યોમાં પણ સહકારી મંડળીઓ સ્થાપવા માટે પ્રેરણા આપી છે. જો કે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત દેશમાં પાછળ છે.
દરેક રાજ્યમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર પ્રદેશ સરકારે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરતા ઉત્તર પ્રદેશ દેશમાં દૂધ ઉત્પાદનની બાબતમાં નંબર વનના સ્થાને પહોંચ્યું છે.
ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને 'સઘન મિની ડેરી યોજના' અને 'હીફર ડેવલપમેન્ટ યોજના' નામથી બે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મળી રહ્યો છે.
'સઘન મિની ડેરી યોજના' અંતર્ગત ખેડૂતોને બેથી દસ પશુઓ ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી મદદ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત સામાન્ય અને પછાત જાતિના ખેડૂતો ને 25 ટકા અને અતિ પછાત જાતિના ખેડૂતોને 30 ટકા સબસિડી આપવામાં આવે છે. પાછલા બે વર્ષમાં 1000થી વધારે ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી ચૂક્યા છે. આ કારણે દેશમાં ઉત્તર પ્રદેશ દૂદ ઉત્પાદનમાં નંબર વન રાજ્ય બની ગયું છે.
દેશમાં છેલ્લા બે વર્ષમાં દૂધ ઉત્પાદનમાં ટોપ 5 રાજ્યો કયા રહ્યા છે તે આવો જાણીએ...

ભારતમાં કુલ દૂધ ઉત્પાદન
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના આંકડા અનુસાર
2012-13માં 132431000 ટન
2011-12માં 127904000ટન

ઉત્તર પ્રદેશ
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના આંકડા અનુસાર
2012-13માં 23330000 ટન
2011-12માં 22556000ટન

રાજસ્થાન
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના આંકડા અનુસાર
2012-13માં 13946000 ટન
2011-12માં 13512000ટન

આંધ્ર પ્રદેશ
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના આંકડા અનુસાર
2012-13માં 12762000 ટન
2011-12માં 12088000ટન

ગુજરાત
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના આંકડા અનુસાર
2012-13માં 10315000 ટન
2011-12માં 9817000ટન

પંજાબ
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના આંકડા અનુસાર
2012-13માં 9714000 ટન
2011-12માં 9551000ટન