જશોદાબેનને અધિકાર અપાવવા માટે મોદી સામે લડશે ગુલાબી ગેંગ

Google Oneindia Gujarati News

મહોબા, 5 મે: મહિલા અધિકારો માટે સંઘર્ષ કરીને પોતાની ઓળખ ઉભી કરનારી બુંદેલખંડની મહિલાઓના સંગઠન ગુલાબી ગેંગ એક વાર ફરીથી સમચારોમાં આવી ગયું છે. ગુલાબી ગેંગએ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનને તેમનો અધિકાર અપાવવાનું નક્કી કરી લીધું છે. ગુલાબી ગેંગે એવી જાહેરાત કરી દીધી છે. કે તેઓ જશોદાબેનને પત્નીનો દરજ્જો અપાવીને જ રહેશે.

ગેંગની કમાંડર સંપત પાલે જણાવ્યું કે તેઓ અને તેમની સહયોગી જશોદાબેનની સાથે થયેલા અન્યાયના મુદ્દા પર મોટું અભિયાન છેડશે, અને તેમને ન્યાય અપાવીને જ રહેશે. તેમણે મહિલાઓ માટે કામ કરી રહેલ દેશના અન્ય તમામ સંગઠનોને તેમના આ અભિયાનને સહયોગ આપવા જણાવ્યું છે.

જશોદાબેન માટે ખેદ વ્યક્ત કરતા સંપત પાલે જણાવ્યું કે મોદીએ જશોદાબેન સાથે લગ્ન બાદ ગેરકાયદેસર રીતે સંબંધ કાપી લીધો અને તેમનું પારિવારીક જીવન બર્બાદ કરી નાખ્યું.

modi
તેમણે જણાવ્યું કે મોદીએ તેમને પત્ની કહેવડાવવાનો હક છીનવી લીધો અને એક ભારતીય નારીને તેના અધિકારોથી વંચિત કરી દીધી. તેમણે જશોદાબેનના વખાણ કર્યા અને જણાવ્યું કે તેમના હિમ્મતની દાદ આપવી પડે કે તેમણે જીંદગીનો મહત્વનો સમય એકલતામાં વિતાવ્યો.

સંપત પાલની માનીએ તો જશોદાબેન માટે ગુલાબી ગેંગ સંઘર્ષની રણનીતિ તૈયાર કરી રહી છે. આ લડાઇને અમદાવાદથી લઇને દિલ્હી સુધી લડવામાં આવશે. નોંધનીય છે કે બુંદેલખંડની ગુલાબી ગેંગ સંગઠન ગયા એક દશકમાં મહિલાઓના એક મોટા સંગઠનના રૂપમાં સામે આવ્યું છે.

English summary
Gang of women activist in Bundalkhand Gulabi Gang fight for BJP Prime Ministerial Candidates Narendra Modi’s Wife jashodaben modi. This Group has decided to fight for Jasodaben Rights.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X