For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરીમાંથી કાઢી મુક્યો તો કંપનીના એચઆર હેડને ગોળી મારી, કર્મચારી ફરાર

ગુરુવારે સવારે જાપાનની કંપની મિત્સુબાના એચઆર હેડ બિનેશ શર્માને ગોળી મારી દીધી હતી, બિનેશને બે ગોળીઓ વાગી, જેના લીધે તે ખુબ ઘાયલ થયા હતા.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુરુવારે સવારે જાપાનની કંપની મિત્સુબાના એચઆર હેડ બિનેશ શર્માને ગોળી મારી દીધી હતી, બિનેશને બે ગોળીઓ વાગી, જેના લીધે તે ખુબ ઘાયલ થયા હતા. ઘાયલ અવસ્થામાં બિનેશ શર્માને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બિનેશ શર્મા પર હુમલો તેમની જ કંપનીમાં કામ કરતો ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તાજેતરમાં તેને કંપનીમાંથી કાઢી મુક્યો હતો.

એચઆર હેડ બિનેશ શર્મા પર ચલાવી દીધી ગોળી

એચઆર હેડ બિનેશ શર્મા પર ચલાવી દીધી ગોળી

એચઆર હેડ બિનેશ શર્મા પર હુમલો કરનાર ભૂતપૂર્વ કર્મચાર બાઇક પર સવારી કરીને આવ્યો હતો. બંદૂકની નોક પર શર્માની કાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિ ને જોઈ બિનેશ શર્માએ કાર ઉભી રાખી નહિ.

બિનેશ શર્માને વાગી બે ગોળીઓ

બિનેશ શર્માને વાગી બે ગોળીઓ

જેના પછી ભૂતપૂર્વ કર્મચારી પાછળથી હુમલો કર્યો. બિનેશ શર્મા પર હુમલો કર્યા બાદ હુમલાખોર ભાગી ગયો. ગુરુગ્રામ પોલીસએ આ કેસમાં કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી કાઢવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ પોલીસને તેના વિશે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. હુમલાખોરોમાંથી એક નામની ઓળખ જોગિન્દર માલુમ પડી છે. આ કેસની તપાસ કરી રહેલા ગુરુગ્રામ પોલીસ અધિકારી રવિન્દ્ર કુમારે એ કહ્યું કે આ ઘટના ગુરુવારે સવારે નવ વાગ્યે બની, જ્યારે મિત્સુબા (જાપાનીઝ કંપની) ના એચઆર વડા બિનેશ શર્મા પોતાની કાર લઈને આઇએમટી માણેસર આવેલી ઓફિસ જઈ રહ્યા હતા.

બિનેશને રોકલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બિનેશને રોકલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

જાપાનીઝ કંપની મિત્સુબા એચઆર હેડ બિનેશ શર્માએ જણાવ્યું હતું કે બાઇક પર બે લોકોએ બંદૂક દ્વારા રોકવા પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે રોકવાનું બંધ કર્યું ન હતું અને ગાડીની સ્પીડ વધારી હતી, ત્યારે મારી નાખવાની ઇચ્છાથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે ગોળીઓ કમરમાં વાગી હતી. રસ્તા પરથી આવતા લોકોએ આ ઘટના વિશે પોલીસને માહિતી આપી. બિનેશને રોકલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

English summary
Gurgaon: Sacked by employer, employee shoots HR head of Japanese Company.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X