For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના 63 વર્ષીય દિગ્ગજ નેતા ગુરુદાસ કામતનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને 63 વર્ષીય પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુરુદાસ કામતનું બુધવારે સવારે નિધન થયું. ગુરુદાસ કામતને હાર્ટ અટેક આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને 63 વર્ષીય પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુરુદાસ કામતનું બુધવારે સવારે નિધન થયું. ગુરુદાસ કામતને હાર્ટ અટેક આવ્યો હતો. કામતે દિલ્હીના ચાણક્યપુરી સ્થિત પ્રાઈમસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ગુરુદાસ કામતના નિધન પર કોંગ્રેસે શોક વ્યક્ત કર્યો અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પ્રાઈમસ હોસ્પિટલે પહોંચી ગયાં હતાં. મનમોહન સિંહ સરકાર દરમિયાન 2009થી 2011 દરમિયાન ગુરુદાસ કામત કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં ગુરુદાસ કામત કોંગ્રેસના મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા.

ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ રહ્યા

ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ રહ્યા

ગુરુદાસ કામતનો જન્મ 5 ઑક્ટોબર 1954ના રોજ થયો હતો. તેઓ વર્ષ 2009માં મુંબઈ-નોર્થ-વોસ્ટ સીટ પરથી લોકસભા માટે ચૂંટાઈને આવ્યા હતા જ્યારે 1984, 1991, 1998 અને 2004માં મુંબઈ-નોર્થ-ઈસ્ટ સીટ પરથી સાંસદ રહ્યા હતા. જો કે લોકસભા 2014માં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના પણ સભ્યા રહ્યા. વરિષ્ઠ કોંગ્રેસી નેતા પ્રોફેશનલી વકીલ હતા અને મુંબઈને આર.એ. પોદ્દાર કોલેજથી તેઓ ગ્રેજ્યુએટ થયા હતા.

વિદ્યાર્થી નેતાના રૂપે રાજકારણમાં પ્રવેશ

વિદ્યાર્થી નેતાના રૂપે રાજકારણમાં પ્રવેશ

ગુરુદાસ કામતને કોંગ્રેસે ગુજરાત, રાજસ્થાન, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી પણ બનાવ્યા હતા. પરંતુ વિવાદો બાદ 2017માં એમણે તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું હતું, જો કે થોડા સમયમાં જ કામતે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. ગુરુદાસ કામતે 1972માં વિદ્યાર્થી નેતા તરીકે પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી. વર્ષ 1976માં એમને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના મુંબઈ યૂનિટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

લોકસભામાં 5 વખત ચૂંટાયા

લોકસભામાં 5 વખત ચૂંટાયા

ગુરુદાસ કામતને 1980માં મહારાષ્ટ્ર યૂથ કોંગ્રેસના મહાસચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે 19787માં મહારાષ્ટ્ર યૂથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. 2003માં એમને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદ પર તેઓ વર્ષ સુધી પાર્ટી માટે કામ કરતા રહ્યા. યૂથ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે રોમાનિયાના એક સમ્મેલનમાં પણ તેમણે ભાગ લીધો હતો. જ્યારે ઈન્ટરનેશનલ યૂથ ફેસ્ટિવલ 2003માં તેઓ માસ્કોમાં પણ સામેલ થયા હતા.

English summary
senior leader of congress gurudas kamat had a heart attack, he passes away while treatment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X