વિશ્વના 5 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 4 ભારતના, પહેલા નંબર પર ગુરુગ્રામ
પ્રદૂષણે આખા વિશ્વને પોતાની ચપેટમાં લઈ લીધુ છે અ અલગ અલગ જગ્યાઓએ આના લીધે ગંભીર બિમારીઓ થઈ રહી છે. એવામાં સમાચાર આવ્યા છે કે વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 7 દક્ષિણ એશિયાના જ છે. એમાં પણ પહેલા નંબર પર હરિયાણાનું ગુરુગ્રામ છે. આ આંકડા IQ AirVisual અને Greenpeace ના છે. જો કે આ આંકડા 2018ના છે પરંતુ ગયા વર્ષના મુકાબલે ગુરુગ્રામની હવામાં સુધારો થયો છે. પ્રદૂષણના મામલે ટૉપ 5 શહેરોમાંથી 4 ભારતના છે જ્યારે ત્રીજા નંબરે પાકિસ્તાનનું ફૈસલાબાદ છે. પહેલા નંબરે ગુરુગ્રામ પછી ગાઝિયાબાદ, ફૈસલાબાદ, ફરીદાબાદ અને ભિવાડી છે.

હવામાં માપવામાં આવ્યુ પોલ્યુટન્ટ
આ આંકડા માટે હવામાં PM 2.5ની માત્રા માપવામાં આવી. આ પ્રદૂષણ માણસના ફેફસા અને બ્લડસ્ટ્રીમ સુધી પોતાનો પ્રભાવ છોડે છે. એવામાં પ્રદૂષણ મામલે પહેલા નંબર પર આવેલા ગુરુગ્રામની હવામાં આ પોલ્યુટન્ટ વધુ માત્રામાં જોવા મળ્યુ છે. તમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી વધુ પ્રદૂષણવાળા શહેરોમાંથી 22 માત્ર ભારતના છે જ્યારે આમાંથી 5 ચીનના છે, 2 પાકિસ્તાન અને 1 બાંગ્લાદેશનું છે.

પ્રદૂષણથી ભારતના જીડીપીને મોટુ નુકશાન
આમ તો પ્રદૂષણથી આખુ વિશ્વ પરેશાન છે અને કોઈને કોઈ રીતે આનુ નુકશાન સહન કરી રહ્યા છે. વર્લ્ડ બેંક અનુસર ભારતમાં સ્વાસ્થ્ય દેખરેખની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે અને ઉત્પાદકતામાં ઘટાડો થયો છે. વળી, આ પ્રદૂષણથી દેશની જીડીપીને 8.5 ટકાથી વધુ નુકશાન થાય છે.

શ્રમ પર પણ વધ્યો ઘણા બિલિયન ડૉલરનો ખર્ચ
ગ્રીનપીસ સાઉથ ઈસ્ટ એશિયાના નિર્દેશક યેબ સાનોએ જણાવ્યુ કે આ પ્રદૂષણથી આપણા આરોગ્ય અને આપણા ખિસ્સા પર ઘણી અસર થાય છે. તેમણે કહ્યુ કે વધતા પ્રદૂષણના કારણે માત્ર માનવજીવન પર સંકટ નથી વધ્યુ પરંતુ મેડીકલ ખર્ચા અને શ્રમ પર પણ ઘણા બિલિયન ડૉલરનો ખર્ચ વધ્યો છે.
આ પણ વાંચોઃ દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને ગણાવી 'દૂર્ઘટના', પીએમ મોદીને પૂછ્યા સવાલ