• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુરુગ્રામ ગોળીકાંડઃ ધર્મ પરિવર્તન રેકેટમાં મહિપાલ શામેલ, જજની પત્નીને ક્રિશ્ચિયન બનવાનું દબાણ કરતો

|

દિલ્હી પાસેના હરિયાણાના ગુરુગ્રામમાં શનિવારે બપોરે જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ કૃષ્ણકાંતની પત્ની અને પુત્રની હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. તમે જાણીને ચોંકી જશો કે છેલ્લા દોઢ વર્ષથી જજ કૃષ્ણકાંતની સુરક્ષામાં તૈનાત 40 વર્ષીય ગનર (પીએસઓ) મહિપાલ યાદવે 8 મહિના પહેલા ધર્મ પરિવર્તન કરી લીધુ હતુ. હિંદુ ધર્મ ત્યાગીને ક્રિશ્ચિયન ધર્મ અપનાવવાની વાત પર જજની પત્ની સાથેની ચર્ચાથી તે નારાજ હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે ધાર્મિક વાતો પર જજની પત્ની સાથે તેની ચર્ચા થતી હતી. આ વાતનો ખુલાસો પોલિસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન મહિપાલે કર્યો છે. તેણે કહ્યુ કે ધર્મ પરિવર્તન અંગે જજની પત્ની તેને હેરાન કરતી હતી. વળી, એ વાત પણ સામે આવી છે કે મહિપાલ ધર્મ પરિવર્તન માટે જજની પત્ની પર દબાણ કરતો હતો. એટલુ જ નહિ મહિપાલ ધર્મ પરિવર્તનની એક મોટી ગેંગ માટે કામ કરતો હતો અને અત્યાર સુધી 2 ડઝન યુવકોનું ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યો હતો.

આ પણ વાંચોઃ ડોકલામ વિવાદ બાદ અરુણાચલમાં ચીની સેનાએ ફરીથી કરી ઘૂસણખોરી

જજની પત્ની રેણુ પર કરતો હતો ધર્મ પરિવર્તન માટે દબાણ

જજની પત્ની રેણુ પર કરતો હતો ધર્મ પરિવર્તન માટે દબાણ

અધિક જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ ગુરુગ્રામની પત્ની રેણુ તેમજ તેના પુત્ર ધ્રુવ પર મહિપાલ યાદવ ધર્મ પરિવર્તનનું દબાણ કરી રહ્યો હતો. બંનેએ તેની વાત ન માની તો આરોપીએ તેમની સાથે અભદ્ર વ્યવહાર અને ગુસ્સો કરવાનું શરૂ કરી દીધુ હતુ. સૂત્રોનો દાવો છે કે આ કારણે આરોપીએ રેણુ અને તેના પુત્ર ધ્રુવને શનિવારે ગુરુગ્રામના સેક્ટર 49 સ્થિત આર્કેડિયા માર્કેટમાં ગોળી મારી દીધી.

ધર્મ પરિવર્તન ગેંગ માટે કામ કરતો હતો મહિપાલ

ધર્મ પરિવર્તન ગેંગ માટે કામ કરતો હતો મહિપાલ

પોલિસને જાણકારી મળી છે કે દક્ષિણ હરિયાણા જ નહિ ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હીમાં ધર્મ પરિવર્તન માટે એક મોટી ગેંગ કામ કરી રહી છે. આ મામલે 21 ઓગસ્ટ 2018 ના રોજ નારનોલના નિઝામપુર રોડ સ્થિત સાંવરિયા હોટલમાં રેડ પાડીને પોલિસે સીઆરપીએફના જવાન સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. આ 8 લોકોમાંથી મહિપાલની મહિલા ગુરુ પણ શામેલ હતી. બાદમાં મહિપાલના હસ્તક્ષેપ પર પોલિસે મામૂલી પૂછપરછ કરીને આ આરોપીઓને છોડી દીધા હતા.

અત્યાર સુધીમાં 2 ડઝન યુવકોનું ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યો છે મહિપાલ

અત્યાર સુધીમાં 2 ડઝન યુવકોનું ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યો છે મહિપાલ

સીઆઈડીના સૂત્રો પાસેથી મળી રેહલી જાણકારી મુજબ મહિપાલ અત્યાર સુધીમાં 2 ડઝનથી વધુ યુવાનોનું ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યો છે. આમાંથી ઘણા એવા છે જે સીઆરપીએફમાં છે. વળી, કેટલાક દિલ્હીમાં પ્રાઈવેટ નોકરી કરી રહ્યા છે. સીઆઈડીની ટીમ આ સમગ્ર મામલે તપાસમાં લાગેલી છે.

મહિપાલના ગુરુ અને ગુરુ મા ની તપાસ કરી રહી છે સીઆઈડી

મહિપાલના ગુરુ અને ગુરુ મા ની તપાસ કરી રહી છે સીઆઈડી

મહિપાલના ગુરુ ઈન્દ્રરાજ સિંહ તેમજ ગુરુ માતાની તપાસ સીઆઈડી કરી રહી છે. સીઆઈડીના સુત્રોની માનીએ તો 11 ઓગસ્ટ 2015 ના રોજ મહેન્દ્રગઢ જિલ્લાના નારનોલના ભૂવારકા ગામમાં પોલિસે ગ્રામીણોની ફરિયાદ પર રેડ પાડી હતી. પોલિસને સૂચના મળી હતી કે ગામમાં ઈલાજની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યુ છે. ગ્રામીણોના હોબાળા પર પોલિસે આ મામલે મુખ્ય આરોપી ઈન્દ્રરાજ સિંહ સામે કેસ ફાઈલ કર્યો અને તેને કોર્ટમાં હાજર કર્યો. ઘટના સ્થળ પરથી ઈસાઈ ધર્મ સંબંધિત પેંફ્લેટ પર મળી આવ્યા હતા. સીઆઈડી સૂત્રો અનુસાર ઈન્દ્રરાજ સિંહ દ્વારા જ મહિપાલ આ ચક્રવ્યૂહમાં ફસાયો. 21 ઓગસ્ટ 2018 ના રોજ પોલિસે હોટલમાં રેડ પાડીને સીઆરપીએફના જવાન સહિત જે 8 લોકોની ધરપકડ કરી હતી તેનો પક્ષ પણ મહિપાલે ગુરુગ્રામથી આવીને લીધો હતો.

ગુરુને બચાવવા માટે ખુલીને આવ્યો હતો મહિપાલ

ગુરુને બચાવવા માટે ખુલીને આવ્યો હતો મહિપાલ

11 ઓગસ્ટ 2015 ની ઘટના દરમિયાન જ્યારે પોતાના ગુરુને બચાવવા માટે મહિપાલ ખુલીને સામે આવ્યો હતો ત્યારે તેની મા સરિતાએ તેનો વિરોધ કર્યો હતો. મહિપાલ ન માનતા તેની મા પોતાના સગા ભાઈના ગામ કોસલીમાં રહેવા માટે જતી રહી હતી. વળી, ગ્રામજનોના વિરોધ બાદ મહિપાલ પોતાની પત્ની મીનુ તેમજ બે દીકરીઓ સાથે ગુરુગ્રામ પોલિસ લાઈનમાં રહેવા જતો રહ્યો હતો.

ઈસાઈ ધર્મનો વિરોધ કરવા પર જજની પત્નીને ગાળો દેતો, ધ્રુવને કહેતો શેતાન

ઈસાઈ ધર્મનો વિરોધ કરવા પર જજની પત્નીને ગાળો દેતો, ધ્રુવને કહેતો શેતાન

મહિપાલની પત્નીએ જણાવ્યુ કે તે દરેક સમયે ઈસાઈ ધર્મના ગુણગાન કરતો હતો. જજની પત્ની રેણુ તેમજ દીકરો ધ્રુવ તેને આમ કરવાથી રોકતા તો તે કોઠીમાંથી બહાર નીકળી તેમને ગાળો આપતો હતો. જજના દીકરા ધ્રુવને તે શેતાન કહીને સંબોધિત કરતો હતો.

આ પણ વાંચોઃ Me Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયા

English summary
Gurugram judge's wife dies, clueless cops hunt for killer's spiritual guru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X