
જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી, ટ્રાયલ કોર્ટમાં સુનાવણી પર પણ લગાવી રોક
નવી દિલ્લીઃ જ્ઞાનવાપી મસ્જિદ વીડિયો સર્વેક્ષણનો રિપોર્ટ ગુરુવારે વારાણસી કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન કોર્ટમાં બંને પક્ષોના લોકો હાજર હતા. કોર્ટ તરફથી નિયુક્ત વિશેષ આસિસટન્ટ કમિશ્નર એડવોકેટ વિશાલ સિંહના જણાવ્યા મુજબ તેમણે સીલબંધ કવરમાં એક ચિપમાં રિપોર્ટ દાખલ કર્યો છે. વળી, બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસમાં ગુરુવારે સુનાવણી થઈ. કોર્ટે હાલમાં શુક્રવાર સુધી માટે સુનાવણી ટાળી દીધી અને ત્યાં સુધી વારાણસી કોર્ટને આના પર સુનાવણી ન કરવા આદેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને તેને સ્થગિત કરવાની અપીલ કરી હતી. તેનો જવાબ દાખલ કરવા માટે શુક્રવાર સુધીનો સમય પણ માંગ્યો હતો. મુસ્લિમ પક્ષે કહ્યુ કે આ મામલે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષની દલીલને સ્વીકારીને શુક્રવાર સુધી સુનાવણી સ્થગિત કરી છે તેમજ વિષ્ણુ જૈનને તેમના સ્થાનિક વકીલને ટ્રાયલ કોર્ટમાં આગળ ન આગળ વધવા માટે કહ્યુ હતુ.
10-15 પાનાં લાબો રિપોર્ટ
આસિસ્ટન્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તે લગભગ 10-15 પૃષ્ઠ લાંબો છે. જ્યારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવી રહ્યો હતો ત્યારે બંને પક્ષના લોકો ત્યાં હાજર હતા.
મુસ્લિમ પક્ષ જણાવી રહ્યો છે ફૂવારો
તે જ સમયે, હિન્દુ પક્ષ મસ્જિદના વઝુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યુ છે પરંતુ મુસ્લિમ પક્ષનો તેના પર અલગ દાવો છે. તેમણે કહ્યું કે આ શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે, જે ઘણા સમયથી બંધ છે. તેના પર હિંદુ પક્ષે પૂછ્યુ કે જ્યારે તે સમયે વીજળી ન હતી તો ફુવારો ક્યાંથી બનાવવામાં આવ્યો હતો? હાલ કોર્ટના આદેશ પર શિવલિંગની જગ્યા સીલ કરી દેવામાં આવી છે.