• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્ઞાનવાપી મસ્જિદ સર્વે કેસઃ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, કાશી સાથે અયોધ્યાનો પણ ઉઠશે મુદ્દો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મા શ્રૃંગાર ગૌરી સ્થળના વીડિયોગ્રાફી સર્વેના આદેશને મસ્જિદ કમિટીએ પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની બેંચ મંગળવારે એટલે કે આજે સુનાવણી કરી શકે છે પરંતુ કાશીના આ કેસ પર સુનાવણી કરી શકે છે. મુસ્લિમ પક્ષની દલીલ છે કે જ્ઞાનવાપીની વીડિયોગ્રાફી કરાવવાનો આદેશ 1991ના પૂજા સ્થળ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ છે.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ 1991માં બનેલ પૂજા સ્થળ કાયદો(વિશેષ જોગવાઈ) કહે છે કે પૂજા સ્થળોની જે સ્થિતિ 15 ઓગસ્ટ, 1947માં હતી તે જ જળવાઈ રહેશે માત્ર અયોધ્યાના રામ જન્મભૂમિ મામલાને જ આ કાયદામાંથી છૂટ આપવામાં આવી છે. આ કાયદા મુજબ અયોધ્યા કેસ ઉપરાંત કોઈ અન્ય પૂજા સ્થળનુ ધાર્મિક સ્વરુપ બદલવાની માંગ કરીને અદાલતમાં કેસ નહિ ચલાવી શકાય. જો કે આ કાયદાની માન્યાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં પહેલા જ કરવામાં આવા ચૂકી છે જેના પર સુનાવણી થવાની છે.

પૂજા સ્થળના કાયદાને એમ કહીને પડકારવામાં આવ્યો છે કે આ ન્યાયિક સમીક્ષા પર રોક લગાવે છે જે બંધારણનો એક મૂળભૂત આધાર છે અને આ રીતે તે હિંદુઓ, જૈનો, બૌદ્ધો અને શીખોના ધાર્મિક અધિકારોને નુકસાન પહોંચાડે છે. આ સંદર્ભે દાખલ કરાયેલા બે કેસમાંથી એકમાં સુપ્રીમ કોર્ટે માર્ચ 2021માં કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. જેનો જવાબ સરકારે આપવાનો બાકી છે. આથી આ કેસ ઠંડો પડી ગયો છે પરંતુ તે ફરીથી ચર્ચામાં આવવાના અણસાર છે.

તમને જણાવી દઈએ કે 9 નવેમ્બર, 2019ના રોજ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેંચે અયોધ્યા કેસમાં પોતાનો ચુકાદો આપતાં પૂજા સ્થળ કાયદાની પ્રશંસા કરી હતી. તેને ભારતીય રાજકારણની બિનસાંપ્રદાયિક વિશેષતાઓને સુરક્ષિત કરવા માટે રચાયેલ કાયદાકીય પગલા તરીકે વર્ણવવામાં આવ્યું હતું. 5-0ની બહુમતીથી આપવામાં આવેલા તે નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યાની વિવાદિત 2.77 એકર જમીન ટ્રસ્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. સુન્ની વક્ફ બોર્ડને વૈકલ્પિક સ્થળ પર 5 એકરનો પ્લોટ ફાળવવાનું કહેવામાં આવ્યું હતું.

એક્સપ્રેસના રિપોર્ટ મુજબ કાશીના જ્ઞાનવાપી કેસમાં અંજુમન ઈન્ટ્રાજેનિયા કમિટીએ દલીલ કરી હતી કે 1991માં કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ એક મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસ પર સ્ટે મુક્યો છે. હવે આ સ્ટેને હાલના વિવાદમાંથી સાઈડમાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમિતિ આ કાર્યવાહીને સાંપ્રદાયિક શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાના પ્રયાસ તરીકે ગણાવી રહી છે.

જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટના તે આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે જેમાં તેણે કેમ્પસની વીડિયોગ્રાફી કરાવવાના નીચલી કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. ટ્રાયલ કોર્ટે ગયા મહિને જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં આવેલા મા શ્રૃંગાર ગૌરી મંદિરમાં આખા વર્ષ દરમિયાન પૂજા કરવાનો અધિકાર માંગતી પાંચ હિંદુ મહિલાઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પરિસરના વીડિયોગ્રાફી સર્વેનો આદેશ આપ્યો હતો.

English summary
Gyanvapi mosque case hearing in Supreme Court today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X