For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલજીના નિધન પર દેશભરની સરકારી ઓફિસોમાં અડધા દિવસની રજા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન, અટલ બિહારી વાજપેયી 93 વર્ષની ઉંમરે અવસાન પામ્યા છે. તેમને છેલ્લા 9 અઠવાડિયાથી દિલ્હીમાં એમ્સ દાખલ કરવામાં આવ્યા હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન, અટલ બિહારી વાજપેયી 93 વર્ષની ઉંમરે અવસાન પામ્યા છે. તેમને છેલ્લા 9 અઠવાડિયાથી દિલ્હીમાં એમ્સ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ સમયે, કેન્દ્ર સરકારે સાત દિવસની રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. કાલે સાંજે 4 વાગ્યે અટલ બિહારી વાજપેયીનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સરકારે જાહેરાત કરી છે કે શુક્રવાર, પીએસયુમાં અને સરકારના કચેરીઓ અને દિલ્હી સરકારની તમામ કેન્દ્રીય ઓફિસોમાં અડધા દિવસની રજા રાખવામાં આવશે.

atal bihari vajpayee

યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ ઉપરાંત, દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં એક દિવસની સત્તાવાર રજા જાહેર કરી છે. આ ઉપરાંત દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકારી કચેરીઓ, શાળાઓ અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં કાલે બંધ કરવામાં આવશે.

સરકારી સ્કૂલો સિવાય કાલે દિલ્હીમાં બજારો પણ બંધ રહેશે. વેપારી સંઘ ઘ્વારા એલાન કરવામાં આવ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં કાલે દિલ્હીના બજારો બંધ રાખવામાં આવશે. તેની સાથે સાથે બીજેપી ઘ્વારા 18-19 ઓગસ્ટ દરમિયાન થનાર રાષ્ટ્રીય કાર્યકરની બેઠક રદ કરી દેવામાં આવી છે.

English summary
Half day holiday on the day of atal bihari vajpayee funeral in all central govt offices and PSUs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X