• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મનોજની પત્નીએ કહ્યું જો મારો પતિ દોષી હોય તો તેને ફાંસી આપો

|

નવી દિલ્હી, 22 એપ્રિલ: દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપી મનોજની પત્નીએ જણાવ્યું કે જો મારો પતિ દોષી હોય તો તેને ફાંસી આપી દો. નોંધનીય છે કે આ ગુડીયા રેપ કેસમાં ગઇકાલે રાત્રે પોલીસે બિહારમાંથી પ્રદીપ નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. મનોજે જણાવ્યું હતું તે કે તેની સાથે તેનો મિત્ર પ્રદીપ પણ આ કૃત્ય કરવામાં સાથે હતો.

આ ઘટનાનો દિલ્હી સહીત આખા દેશમાં ભારે વિરોધ થઇ રહ્યો છે અને લોકો ગુડીયાને ન્યાય આપવા માટે અપીલ કરી રહ્યા છે. બળાત્કારના મુખ્ય આરોપી મનોજની પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેનો પતિ આવું કૃત્ય કરી શકે નહીં. તેણે આ કામ કોઇના દમાણમાં આવીને કર્યું હશે. પરંતુ જો તે દોષી હોય તો તેને ફાંસીની સજા થવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના ગાંધીનગરમાં મનોજ અને પ્રદીપ સાથે રહે છે. પ્રદીપ થોડા દિવસો પહેલા દિલ્હી નોકરી માટે આવ્યો હતો. કહેવામાં આવે છે કે આ ઘટનાના દિવસે મનોજ અને પ્રદીપે જોરદાર દારૂ ઢીચ્યો હતો અને ટીવી પર બ્લૂ ફિલ્મ પણ જોઇ હતી. ત્યારબાદ બંનેએ પાંચ વર્ષની ગુડીયાનું અપહરણ કર્યું, તેને બાંધી રાખી તેની સાથે ચાર દિવસ સુધી બળાત્કાર કરતા રહ્યા. એટલું જ નહી બંનેની હેવાનીયતે એટલી હદ વટાવી દીધી કે બંને નરાધમોએ ગુડીયાના ગુપ્તાંગમાં મીઠું, શીશી, અને મીણબત્તી સુધ્ધા નાખી દીધી હતી જેનો ખુલાસો એઇમ્સમાં ગુડિયાની સર્જરી દરમિયાન થયો.

આરોપી મનોજને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે અને પ્રદીપની સાથે શું થશે એ આજે થોડીવારમાં ખબર પડી જશે. ઉલ્લેખનીય છેકે ગુડીયાને ન્યાય અપાવવા માટે હાલમાં દિલ્હી સહિત આખો દેશ આગળ આવ્યો છે. પીએમ મનમોહનસિંહ અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે મહિલાઓએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. આજે ત્રીજા દિવસે પણ લોકો દિલ્હીના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે અને બળાત્કારીઓ માટે ફાંસી માગી રહ્યા છે.

English summary
Manoj's wife said give my husband hang till death punishment if he guilty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X