39 દિવસો સુધી પાણીમાં ગરકાવ રહ્યા 'ઊંઘતા હનુમાન'
[અરવિંદ મિશ્રા]અલ્હાબાદ, 8 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશમાં આ વર્ષે ગંગાના તટીય વિસ્તારોમાં પૂરે ભીષણ તારાજી સર્જી. સંગમ નગરી અલ્હાબાદમાં વિશ્વવિખ્યાત 'ઊંઘતા હનુમાન' લગભગ દોઢ મહિના સુધી ગંગા નદીના પૂરના પાણીમાં ગરકાવ રહ્યા. પૂરનું પાણી પાછું વળ્યા બાદ ઊંઘતા હનુમાનના ભક્તોને ફરીથી તેમના દર્શન અને પૂજા-અર્ચનાનો અવસર મળી શક્યો છે.
ગંગા નદીના તટ પર ત્રિવેણી પાસે આવેલા આ પ્રાચિન હનુમાનજીના મંદિર અંગેની પૌરાણિક કથા એવી છે કે બજરંગ બલીની આ એકમાત્ર પ્રાચિન પ્રતિમા છે જે ઊંઘતી મુદ્રામાં છે. અલ્હાબાદમાં ગંગામાં આવેલ ભીષણ પૂરના પાણીમાં ઊંઘતા હનુમાનજીનું આ મંદિર સંપૂર્ણ રીતે ડૂબી ગયું હતું, અને 39 દિવસો બાદ પૂરનું પાણી પાછું પડતા મંદિર અને તેના ગર્ભગૃહની સફાઇ કરી શકાઇ હતી.
મંદિરના વ્યવસ્થાપક મહંત આનંદગિરિએ જણાવ્યું કે ઊંઘતા હનુમાન મંદિરમાં આરતી-પૂજા પહેલા સંપૂર્ણ રીતે ગર્ભગૃહ અને મંદિરની સાફ-સફાઇ કરવામાં આવી. 40માં દિવસે શનિવારે વિધિવત તેમની પૂજા, આરાધના અને આરતી શરૂ થઇ અને શ્રદ્ધાળુઓએ ફરીથી તેમના દર્શન કર્યા.
ગિરિએ જણાવ્યું કે પહેલીવાર આવું બન્યું છે કે ઊંઘતા હનુમાનજીનું આ મંદિર ગંગા નદીના પૂરમાં 39 દિવસો સુધી ડૂબેલું રહ્યું. સામાન્ય રીતે ગંગાનું જળસ્તર વધવાથી દશથી પંદર દિવસમાં મંદિરમાંથી પાણી ઉતરી જતું હતું.
આ વર્ષે અલ્હાબાદમાં ગંગા અને યમુના નદિયોમાં આવેલા પૂરમાં સંગમ અને મહાકૂંભ અને મહાકૂંભ મેળા વિસ્તાર ઉપરાંત શહેરના લગભગ 12 જેટલા તટિય વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. આ વિસ્તારોમાં પાંચથી દસ મીટર પાણી ભરાઇ ગયા હતા. ઘણા વર્ષો બાદ પહેલીવાર ગંગા અને યમુના નદિયોનું જળસ્તર લગભગ 15 દિવસ સુધી સતત ખતરાની નિશાનીથી ઉપર રહ્યું.

ભીષણ પૂર
આ પૂર એટલું ભીષણ હતું કે પૂરના પાણીને રોકવા માટે દારાગંજ અને અલ્લાપુરના કિનારે-કિનારે બનાવવામાં આવેલા બે કિલોમીટર લાંબો બાંધનો પણ એક ભાગ તૂટી ગયો હતો. જોકે સ્થિતિ એટલી વણસી ગઇ કે સેનાની મદદ મંગાવવી પડી.

હનુમાનને આવરણ
ગિરિ જણાવે છે કે પહેલા ગંગા નદીના પાણીથી અભિષેક અને પછી આરતી બાદ ઊંઘતા હનુમાનને ભગવા ચાદરનું આવરણ આપી દેવામાં આવ્યું હતું. મંદિરનો ઘંટ-ઘડિયાળની સાથે ગર્ભગૃહમાં રાખવામાં આવેલી નાની પ્રતિમાને હનુમાનની પ્રતિમા સાથે સ્પર્શ કરાવીને ત્રિવેણી બાંધ સ્થિત ઊભા હનુમાનના મંદિરમાં લઇ જઇને રાખી દેવામાં આવી. પૂર દરમિયાન ત્યાં જ પૂજા કરવામાં આવતી હતી.

39 દિવસ પછી દર્શન
ઊંઘતા હનુમાનના ભક્તો હવે 39 દિવસ બાદ ફરીથી પોતાના ઇષ્ટના દર્શન કરવાની તક પામીને ગદગદીત છે.

દરરોજ ઊંઘતા હનુમાનના દર્શન
કલ્યાણી દેવી મોહલ્લાની રહેવાસી પવન કુમારે જણાવ્યું કે 'હું દરરોજ દારાગંજ સ્થિત દુકાન ખોલવા જતા પહેલા ઊંઘતા હનુમાનજીના દર્શન કરું છું. મારી તેમનામાં અપાર શ્રદ્ધા છે. પરંતુ પૂરના કારણે હું દર્શન કરી શકતો ન્હોતો, પરંતુ પૂરનું પાણી વળી જતા હું તેમની પૂજા-અર્ચના કરીને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું.'

પૂરનું પાણી
અલોપીબાગ નિવાસી ઓમ પ્રકાશે જણાવ્યું કે 'હું દરરોજ જોવા આવતો હતો કે પૂરનું પાણી ઓસર્યું કે નહી, ઊંઘતા હનુમાનના દર્શન કરવા માટે મારે 39 દિવસ સુધી રાહ જોવી પડી.'