For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે રામ મંદિર નિર્માણનું વચન પૂરું નહીં કર્યું: હાર્દિક પટેલ

કિસાન ક્રાંતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી પર રામ મંદિર મુદ્દે પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કિસાન ક્રાંતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી પર રામ મંદિર મુદ્દે પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું પોતાનું વચન પૂરું નહીં કર્યું. મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે ભાજપે લોકોને દગો આપ્યો છે. આ લોકોએ વચન આપ્યું હતું કે તેઓ મંદિરની નિર્માણ કરશે પરંતુ પાર્ટીએ તેમનું વચન પૂરું નહીં કર્યું. હવે દેશની જનતા આવનારી ચૂંટણીમાં તેમને પાઠ ભણાવશે.

આ પણ વાંચો: આંદોલન છોડીને હાર્દિક હવે રાજકારણમાં એન્ટ્રી કરશે? અલ્પેશ બનશે પાટીદાર આંદોલનનો નવો ચેહરો

ભાજપ લોકોને ભટકાવી રહ્યું છે

ભાજપ લોકોને ભટકાવી રહ્યું છે

હાર્દિક પટેલે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું તાળું રાજીવ ગાંધીની સરકારે ખોલ્યું હતું જયારે ભાજપ સતત આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. ભાજપ લોકોને સુપ્રીમ કોર્ટની વાત કહીને ભટકાવી રહી છે. મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે દેશના યુવા બેરોજગારીનો માર વેઠી રહ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર કઈ પણ નથી કરી રહી, તેઓ ખેડૂતોને નજરઅંદાઝ કરી રહ્યા છે અને તેમની સમસ્યાનું સમાધાન નથી કરતા. હાર્દિક પટેલે કહ્યું કે સ્વામીનાથન કમિટી મુદ્દા લાગુ કરવા જોઈએ.

યોગી સરકાર નિષ્ફળ રહી છે

યોગી સરકાર નિષ્ફળ રહી છે

જે રીતે ઉત્તરપ્રદેશમાં અપરાધ વધી રહ્યા છે તેના પર હાર્દિક પટેલે કહ્યું કે યોગી સરકાર વિફળ થઇ ચુકી છે. હાર્દિક પટેલે કહ્યું કે દરેક ધર્મનું બરાબરનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. પાટીદાર નેતાએ કહ્યું કે પ્રદેશમાં ભગવાનને પણ નહીં છોડવામાં આવી રહ્યા. લોકોનું વિકાસથી ધ્યાન ભટકાવવા માટે દેવી-દેવતાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે.

યોગી આદિત્યનાથને ટાર્ગેટ કર્યા

યોગી આદિત્યનાથને ટાર્ગેટ કર્યા

હાર્દિક પટેલે કહ્યું કે પહેલા લોકો એવું કહેતા હતા કે રાહુલ ગાંધી જ્યાં પણ રેલી કરે છે ત્યાં પાર્ટીને હારનો સામનો કરવો પડે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. હવે જ્યાં પણ યોગી આદિત્યનાથ રેલી કરે છે ત્યાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
Hardik Patel takes on BJP says it did not keep the promise of Ram Temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X