RSS નેતાએ પિતા-પુત્રને નગ્ન કરી માર્યા અને પછી મુરઘા બનાવ્યા
હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પિતા-પુત્રને નગ્ન કરી બંધક બનાવવા અને મુરઘા બનાવવાનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહિ, આરોપીઓએ ઘટનાનો વીડિયો પણ સશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આરોપી આરએસએસનો પૂર્વ પદાધિકારી હોવાનું જણાવામાં આવી રહ્યું છે. જણાવાઈ રહ્યું છે કે પીડિત યુવકે આરોપી નેતાની દીકરી સાથે લગ્નન કરવાની ના પાડી દીધી હતી જેનાથી નારાજ થઈ આ ઘટનાને અંજામ આપ્યો. પીડિતે પિટાઈ કરવાનો આરોપ લગાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જે બાદ પલીસે મામલાની તપાસ શરૂ કરી.
લખીમપુરના પલિયા નિવાસી રમેશ ચંદ્ર ગુપ્તાએ ત્રણ વર્ષ પહેલા પોતાના દીકરા વિનય ગુપ્તાના લગ્નની વાત હરદોઈના વેપારી નેતા કૈલાશ નારાયણ ગુપ્તાની દીકરી સાથે ચલાવી હતી. પરંતુ કેટલાક કારણોસર વિનય ગુપ્તાએ આ લગ્નનો ઈનકાર કરી દીધો હતો. જે બાદથી જ વેપારી નેતા કૈલાશ નારાયણ ગુપ્તા, વિનય ગુપ્તા અને તેના પરિવારથી નારાજ થઈ ગયા હતા. આ દરમિયાન ડિસેમ્બર 2019માં ક્નહૈયાલાલ ગુપ્તાની દીકરી સાથે વિનય ગુપ્તાના લગ્ન નક્કી થઈગયા હતા. જે બાદ ગોદભરાઈની રસ્મ પણ થઈ ગઈ.
ફેબ્રુઆરી 2020માં કન્હૈયાલાલ ગુપ્તાએ આ લગ્નથી ઈનકાર કરી દીધો. શનિવારે બપોરે લખીમપુરથી રમેશચંદ્ર ગુપ્તા પોતાના પુત્ર વિનય ગુપ્તા સાથે હરદોઈ આવ્યા. કન્હૈયાલાલ ગુપ્તાને સમજૂતી અને જ્વેલરી પાછી આપવા કહ્યું. આરોપ છે કે બંને તરફથી સામાન એકબીજાને પાછો આપ્યા બાદ કૈલાશ નારાયણ ગુપ્તા અને તેનો પુત્ર ત્યાં આવ્યો અને સમજૂતી બાદ પોતાના ઘરે જઈ રહેલા રમેશચદ્ર ગુપ્તા અને તેના પુત્રને પોતાની મંડીમાં આવેલ દુકાનોમાં બંધક બનાવી લીધા. જ્યાં તેમણે પિતા પુત્રને નગ્ન કરી મુરઘા બનાવ્યા, સાથે જ મારપીટ પણ કરી. અભદ્રતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લુધિયાણામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી