• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હરિદ્વાર મહાકુંભમાં કોરોના નિયમોનુ પાલન ન કર્યુ તો બગડી શકે છે સ્થિતિ, 102 લોકો સંક્રમિત

|

હરિદ્વારઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઉત્તરાખંડના હરિદ્વારમાં ચાલી રહેલ કુંભના મેળામાં રોજ હજારો શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. શાહી સ્નાનવાળા દિવસે આ સંખ્યા હજુ વધી રહી છે. હરિદ્વાર મહાકુંભમાં કોરોના નિયમોનુ પાલન કરવામાં આવી રહ્યુ નથી. જેનાથી ત્યાં કોરોના વિસ્ફોટ થવાનો ખતરો છે. હરિદ્વારમાં કુંભ મેળા દરમિયાન ઉત્તરાખંડ સરકાર પ્રભાવી થર્મલ સ્ક્રીનિંગ અને માસ્ક પહેરવા જેવા પાયાના નિવારક ઉપાયોને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. સોમવારે(12 એપ્રિલ) સાંજ સુધી 28 લાખથી વધુ ભક્તો ગંગામાં બીજા શાહ સ્નાન માટે આવ્યા હતા. ચિકિત્સા વિભાગના અધિકારીઓ અનુસાર 18,169 લોકોની કોરોના તપાસ કરવામાં આવી હતી જેમાં 102 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ કોરોના તપાસ રવિવારે 11.30 pm વાગ્યાથી સોમવારે 5 pm વાગ્યા સુધી કરવામાં આવી હતી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ તેના રિપોર્ટર છેલ્લા 48 કલાકમાં હરિદ્વારમાં રેલવે સ્ટેશનથી લઈને હર કી પૌડી અને અન્ય ઘાટો સુધી 10 કિમીના ક્ષેત્રમાં થઈને પસાર થયા. પરંતુ ક્યાંય પણ થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા દેખાઈ નથી. લોકો પર નજર રાખવા માટે નવા એઆઈ-સક્ષમ સીસીટીવી પ્રણાલી છતાં લોકોએ માસ્ક પહેર્યા નહોતા. પરંતુ કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

કુંભ મેળામાં આવવા માટે દરેક પાસે કોવિડ-19 નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ અનિવાર્ય માનદંડ હતો પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ આની પણ અનદેખી થઈ રહી છે. શ્રદ્ધાળુઓને જ્યારે તેમના આરટી-પીસીઆર રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમાંથી માત્ર થોડાક લોકો પાસે કોવિડ-19 નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ હતા. એમપીના ભિંડના એક સરકારી શિક્ષક રાજ પ્રતાપ સિંહ જે સોમવારે સવારે કારથી હરિદ્વાર પહોંચ્યા હતા. તેમણે કહ્યુ કે અમારો આરટી-પીસીઆર રિપોર્ટ ઉત્તર પ્રદેશ સીમા પર નારસન ચેકપોઈન્ટ પર ચેક કરવામાં આવ્યો હતો. કુંભ મેળા વિસ્તારમાં કોઈએ આ વિશે નથી પૂછ્યુ. વળી, આ વિસ્તારમાં કોઈ થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી નથી.જમ્મુના

એક વ્યવસાયી પ્રમોદ શર્મા સોમવારે સવારે અનિવાર્ય આરટી-પીસીઆર રિપોર્ટ વિના કુંભ મેળામાં પહોંચ્યા. તેમણે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે હરિદ્વારના મુસાફરોને લગભગ 3 કિમી પહેલા જ્વાલાપુર રેલવે સ્ટેશન પર ઉતરવા માટે કહેવામાં આવ્યુ હતુ પરંતુ ઘણા બધા મુસાફરો હતા અને કોઈને રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યુ નહોતુ. બાદમાં અમે ગઉ ઘાટ પર ગંગામાં સ્નાન કર્યુ. ક્યાંય પણ સ્ક્રીનિંગ નથી થયુ.હરિદ્વા

ર મહાકુંભમાં આ સ્થિતિને જોતા આરોગ્ય સાથે જોડાયેલ વિશેષજ્ઞોએ આના માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમનુ કહેવુ છે કે મેળામાં જો કોરોનાના દિશાનિર્દેશોનુ પાલન કરવામાં ન આવે તો આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અમુક જાણકારોનુ કહેવુ છે કે જો સમય રહેતા કડક પગલા લેવામાં ન આવ્યા તો સ્થિતિ વધુ બગડી શકે છે. કુંભ મેળા આઈજી પોલિસ સંજય ગુંજયાલે મીડિયાને જણાવ્યુ કે અમે લોકો સતત આ વાતની કોશિશ કરી રહ્યા છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે નિયમોનુ પાલન કરાવીએ. અમે એટલા માટે સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ અહીં ઘણી ભીડ છે અને દંડ કરવાનુ અસંભવ છે. લોકોને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરાવવુ ઘણુ મુશ્કેલ થઈ રહ્યુ છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે મુર્શિદાબાદમાં મળ્યા 14 બૉમ્બપશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે મુર્શિદાબાદમાં મળ્યા 14 બૉમ્બ

English summary
Haridwar Kumbh Mela coronavirus No thermal screening no mask 102 people test positive for covid19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X