For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુની પુત્રીની પોલ હાર્વર્ડ યુનિવર્સિટીએ ખોલી

|
Google Oneindia Gujarati News

અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીએ આરજેડી પ્રમુખ લાલુ યાદવની દીકરી મીસા ભારતની પોલ ખોલી. વાત જાણે કે એમ બની કે મીસાએ હાલમાં જ કેટલાક ફોટો મૂકી વિધિવત પ્રેસ રિલિઝ કર્યું કે તેને હાર્વર્ડ યુનિવર્સિટીએ વ્યાખ્યાન આપવા બોલાવી છે. "નવા સમયમાં ભારતની રાજનીતિ અને તેમાં મહિલાઓની ભૂમિકા" જેવા વિષય પર તેને વ્યાખ્યાન આપવા બોલાવામાં આવી છે. વધુ તેણે સોશ્યલ મિડિયા પર ફોટા મૂકી, બડીચડીને આ વાતનો પ્રચાર કર્યો હતો.

misa yadav

પણ આ વાતની જાણ થતા હાર્વર્ડ યુનિવર્સિટી સ્પષ્ટતા આપી હતી. જેમાં તેણે કહ્યું કે અમે ક્યારે પણ વ્યાખ્યાન આપવા માટે મીસાને બોલાવી જ નથી. જો કે યુનિવર્સિટીએ વાત સ્વીકારી હતી કે મીસા ત્યાં એક દર્શક તરીકે હાજર રહી હતી. અને તેણે વ્યાખ્યાન સાંભળ્યું હતું.

એટલું જ નહીં હાર્વર્ડે આ કોન્ફર્ન્સમાં આવેલા વ્યક્તિઓનું અધિકૃત લિસ્ટ પણ બહાર પાડ્યું છે. જે મુજબ પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદી, સજ્જન જિંદાલ, એક્ટર રાહુલ બોસ જેવા અનેક જાણીકા લોકો આ કોન્ફર્ન્સમાં વ્યક્તા તરીકે આવ્યા હતા. પણ તેઓ મીસા ભારતીનું નામ કોઇ જ જગ્યા નથી. આયોજક સમિતિના કહેવા મુજબ કોન્ફર્ન્સ પૂર્ણ થયા પછી મીસા સ્ટેજ પર આવી હતી અને તેણે કેટલાક ફોટા પાડ્યા હતા.

નોંધનીય છે કે મીસાએ તેના સોશ્યલ મિડિયા એકાઉન્ટ પર પહેલા આ ફોટોઓ મૂક્યા પણ હતા. જોકે વિવાદ સર્જાતા આ ફોટાઓ તેણે નીકાળી દીધા હતા.

English summary
American university Harvard has revealed that RJD Chief Lalu Prasad Yadav's Daughter Misa Bharti was not invited as a speaker at an India Conference held on March 7-8 and the pictures are a gross misrepresentation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X