For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામનું સંપૂર્ણ અપડેટ

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 19 ઓક્ટોબર: હરિયાણા વિધાનસભા ચૂંટણીની 90 બેઠકો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. અમે આપના માટે લાઇવ અપડેટ લાવ્યા છીએ, જ્યાં આપ મતગણતરી અંગેની તાજી માહિતી મેળવી શકશો. હરિયાણામાં ભાજપની સહેર દેખાઇ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આઇએનએલડી પણ વધારે બેઠકો લઇ શકે છે. તાજી માહિતી માટે રિફ્રેશ કરો.

haryana
લાઇવ અપડેટ આ પ્રકારે છે-

6.00 pm: મોદીએ કહ્યું ભાજપની ટ્વિટ ઐતિહાસિક, પાર્ટી કાર્યકર્તાઓને આપ્યા અભિનંદન.

3:40 pm: 81 બેઠકોના પરિણામ- ભાજપ 41, કોંગ્રેસ 13, આઇએનએલડી 18, એચજેસી 2, અકાલી દળ 1, નિર્દળીય 4.

3:30 pm: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું કે તેઓ 5 વાગ્યે સીએમ પદથી રાજીનામું આપી દેશે.

3:10 pm: આઇએલએલડીના અભય ચૌટાલાએ જણાવ્યું કે ભાજપે ડેરા સચ્ચા સૌદાની સાથે સીક્રેટ ડીલ સાઇન કરી છે.

3:00 pm: હરિયાણાની 50 બેઠકોના પરિણામ-ભાજપ 27, આઇએનએલડી 10, કોંગ્રેસ 11

2:25 pm: હરિયાણા ભાજપના અધ્યક્ષ રામ વિલાસ શર્મા જીતી ગયા. શર્મા સીએમ પદની રેસમાં છે.

2.00 pm: હરિયાણાના સિરસાથી ગોપાલ કાંડા હારી ગયા. તેમના હારવાનું સૌથી મોટું કારણ ગીતિકા કાંડ ગણવામાં આવી રહી છે.

1:40 pm: નિતિન ગડકરીએ જણાવ્યું કે 4 વાગ્યે ભાજપ સંસંદીય બોર્ડની બેઠક શરૂ કરશે, બાકીની સ્થિતિ સાંજે 6 વાગ્યા સુધી બતાવી દેવામાં આવશે.

1:30 pm: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જીત ગયા છે. ખાસ વાત એ છે કે તેમની વિરુદ્ધ એક અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ઊભા હતા.

1:10 pm: પટૌદીથી વિમલા ચોધરી જીતી ગયા છે. વિમલા ભાજપના ટિકિટ પર ચૂંટણી લડી હતી.

1.00 pm: ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજની બહેન વંદના હારી ગઇ છે. જ્યારે કૈથલથી રણદીપ સૂરજેવાલા જીતી ગયા છે.

12:50 pm: ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદલ હારી ગઇ છે. તેમના માટે પ્રચારમાં કોંગ્રેસ અને તેમણે ખૂબ જ પૈસા ખર્ચ્યા હતા.

12:30 pm: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ હાર સ્વીકાર કરી અને આવનારી સરકારને શુભેચ્છા પાઠવી છે.

12.00 am: હરિયાણાની 21 બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા છે, જેમાં 14 ભાજપ, 3 આઇએનએલડી, 3 કોંગ્રેસ અને 1 બેઠક અન્યએ જીતી છે.

11:55 pm: હરિયાણામાં સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે, ત્યારબાદથી હવે ભાજપાએ મુખ્યમંત્રી પદ માટે વ્યક્તિની શોધ શરૂ કરી દીધી છે.

11:45 am: ભાજપ 46, કોંગ્રેસ 14, આઇએનએલડી 18 એચજેસી 2 બેઠકો પર આગળ.

11: 30 am: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આગળ ચાલી રહી છે. જ્યારે કેપ્ટન અભિમન્યુ હવે પાછળ થઇ ગયા છે.

11:21 am: કોંગ્રેસ પ્રવક્તા અખિલેશ સિંહે જણાવ્યું કે અમે એટલા માટે નથી હાર્યા કે અમે રિપોર્ટકાર્ડ ખરાબ છે, અસલમાં જનતાને પરિવર્તન જોઇએ એટલા માટે કોંગ્રેસને મત નથી આપ્યા. કોંગ્રેસ પાર્ટીને જનતા યોગ્ય રીતે ઓળખી નથી શકી. કોંગ્રેસ પાર્ટી સ્થાનીય નેતૃત્વ અને ઉપલબ્ધીના આધાર પર ચૂંટણી લડે છે.

11:11 am: હરિયાણામાં કોંગ્રેસે રોહતક, સોનીપત અને ઝજ્જરમાં ચૌધર માટે વોટ માંગ્યા હતા, પરંતુ કોંગ્રેસનું જાતિવાદ કાર્ડ પણ હરિયાણામાં કામ ના આવ્યું.

11:00 am: હરિયાણાની 90માંથી 47 બેઠકો પર ભાજપ આગળ, આઇએનએલડી 21, કોંગ્રેસ 14, એચજેસી 3 અને અન્ય 6 બેઠકો પર આગળ છે.

10:55 am: હરિયાણામાં સરકાર બનાવવા માટે અને કોણ બનશે મુખ્યમંત્રી તેના માટે બેઠકો શરૂ થઇ રહી છે. સાંજે 4 વાગે અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરશે.

10:35 am: હરિયાણાના ઝજ્જર બેઠકથી કોંગ્રેસની ગીત ભુક્કલની જીત.

10:29 am: રૂઝાન બાદ હવે પરિણામ આવવા લાગ્યા છે. હરિયાણાની અંબાલા કેંટ બેઠકથી અનિલ વિજની જીત. 15440 મતોથી જીત.

9:45 am: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘર પર સન્નાટો છવાઇ ગયો, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમને કોંગ્રેસની હારનો અંદાજો પહેલાથી જ હતો.

9:33 am: આઇએનએલડીના દુષ્યંત ચૌટાલા પાછળ તો ભાજપની વંદના શર્મા સફીદો બેઠકથી આગળ છે.

9:30 am: નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયની બહાર ફટાકડા ફોડાયા.

9:12 am: હરિયાણા જનહિત કોંગ્રેસના પ્રમુખ અને ગીતિ કાંડના આરોપી ગોપાલ કાંડાનો ડબ્બો ડૂલ થતા દેખાઇ રહ્યો છે. કાંડાની પાર્ટી એક પણ બેઠક પર આગળ નથી.

9:11 am: હરિયાણામાં ભાજપ 35, કોંગ્રેસ 14, આઇએનએલડી 11 અને અન્ય 1 બેઠકો પર આગળ છે.

9:00 am: અંબાલામાં વિનોદ શર્મા, ડબવાલીમાં નૈના ચૌટાલા, નરનૌંડથી કેપ્ટન અભિમન્યુ આગળ ચાલી રહ્યા છે.

8:58 am: ભાજપના દિલ્હી કાર્યાલય પર પહોંચ્યા બેંડ-બાજાવાળા... ઉજવણી કરી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ.

8:48 am: હરિયાણામાં પહેલા રૂઝાનો અનુસાર ભાજપ બહુમતી તરફ આગળ વધી રહી છે.

8:38 am: હરિયાણામાં ભાજપ 44, ઇનેલો 19, કોંગ્રેસ 11, એચજેસી 2 અને અન્ય 1 બેઠક પર આગળ.

8:35 am: ભાજપ 6 અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મોદીની લહેર ભલે ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસનો દબદબો હજી પણ સમાપ્ત નથી થયો.

8:20 am: હરિયાણામાં ભાજપ 4, કોંગ્રેસ 4 અને આઇએનએલડી 2 બેઠકો પર આગળ ચાલી રહી છે.

સવારે 8 વાગ્યે હરિયાણાની તમામ બેઠકો માટે મતગણના શરૂ થઇ. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ખુલવાની શરૂઆત થઇ.

English summary
Haryana Assembly election results 2014 Live Updates in Gujarati. Here yu can get fast updates of election results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X