• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપનું 'મિશન 75' થઈ શકશે પૂરું?

|

હરિયાણામાં ચૂંટણી સંગ્રામ શરૂ થઈ ગયો છે. ચૂંટણીપંચ દ્વારા તારીખોની જાહેરાત કરતાની સાથે જ હરિયાણાની સત્તા પર કબજો મેળવવાની કવાયત તેજ બની ગઈ છે. તમામ પાર્ટીઓ પોતાની ઉમેદવારી નોંધાવવામાં જોડાઈ ગઈ છે. હરિયાણા ચૂંટણી 2019માં બીજેપીને મળેલી બંપર જીત બાદ ભાજપ હરિયાણામાં ફરી કબજો મેળવવાની તૈયારીમાં છે. ભાજપે ટિકિટ વિતરણને લઈ કમર કસી લીધી છે. ટિકિટ વિતરણની સાથે જ પાર્ટીઓના સંકલ્પ પત્ર તૈયાર કરવાને લઈ પણ ઘણી તૈયાર કરાઈ રહી છે. ત્યાં જ કોંગ્રેસ સહિત તમામ રિજનલ પાર્ટીઓ પણ પોતાનું ભાગ્ય અજમાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે.

દિલ્હીની નજીક આવેલ આ રાજ્યમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. પાછલા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોહતકની રેલી દ્વારા ચૂંટણીનો શંખનાદ ફૂંકી ચૂક્યા છે સાથે જ પાર્ટી તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે મનોહર લાલ ખટ્ટરનું નામ પણ સ્પષ્ટ કરી દીધુ છે. હરિયાણામાં આ વખતે ગૃહ મંત્રી અમિત શાહે બીજેપી માટે 90માંથી 75 સીટોની જીત સાથે 'મિશન-75'નો નારો આપ્યો છે. વર્ષ 2009સુધી બીજેપીની પાસે 90 ઉમેદવાર પણ ન્હોતા અને લોકો ચૂંટણીના ઠીક પહેલા પાર્ટીમાં શામેલ થતા હતા અને ટિકિટ મેળવી લેતા હતા. જો કે 2019ની બંપર જીતની જ અસર છે કે આ વિધાનસભા ચૂંટણીમાં દરેક સીટ પર બીજેપીની એક-એક ટિકિટ માટે મારામારી ચાલી રહી છે.

બીજેપી કતારમાં સૌથી આગળ

બીજેપી કતારમાં સૌથી આગળ

ફેબ્રુઆરી 2016માં થયેલ હિંસક જાટ આંદોલને માત્ર હરિયાણાની કાયદાકીય વ્યવસ્થાને જ બરબાદ ન્હોતુ કર્યુ પણ સૂબેની સામાજીક સમરસતાને પણ ઉંડા ઘા આપ્યા, લાગતુ હતુ કે પહેલીવાર બનેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હરિયાણા સંભાળી શકશે નહિં. જો કે 2014 વિધાનસભા ચૂંટણીમાં આશરે 33 ટકા મત મેળવી ,બીજેપીએ 2019ની લોકસભા ચૂંટણીમાં આશરે 58 ટકા મત અને લોકસભાની તમામ 10 સીટ જીતી પોતાને કતારમાં સૌથી આગળ લાવી ઉભી કરી દીધી છે.

જીતાઉ સાંસદોને લઈ દાવ ખેલશે બીજેપી

જીતાઉ સાંસદોને લઈ દાવ ખેલશે બીજેપી

ગયા રવિવારે નવી દિલ્હીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, જેમાં ટિકિટ ફાઈનલ કરવાને લઈ તમામ સભ્યોથી સુઝાવ લેવાયા. મુખ્યમંત્રી મનોહર લાલે આ બેઠકની અધ્યક્ષતા કરી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના હાલના 48 સાંસદોની ટિકિટ પાકી નથી. પાર્ટી 75 પારનું લક્ષ્ય પૂરું કરવા માટે ચૂંટણીમાં માત્ર અને માત્ર જીતાઉ સાંસદોને લઈ દાવ રમશે. જીતવાની ગેરેંટી ન ધરાવતા સાંસદોનું આ વખતે પત્તુ કપાવવું નક્કી છે. તેની જગ્યાએ જીતવાની ક્ષમતા ધરાવતા નવા ચહેરાને પાર્ટી મેદાનમાં ઉતારશે. બીજી પાર્ટીના અનેક નેતાઓ ટીકીટની ચાહનામાં પાર્ટી બદલીને ભાજપમાં શામેલ થયા છે. ચૂંટણી સમિતિની બેઠકમાં તેમના નામો પર પણ ચર્ચા થઈ .

સર્વેના આધારે ભાજપ આપશે ટિકિટ

સર્વેના આધારે ભાજપ આપશે ટિકિટ

પાર્ટી તમામ 90 સીટો પર કરાયેલા 3 સર્વે પર ધ્યાન આપશે. એક સર્વે જન આશિર્વાદ યાત્રા દરમિયાન કરાયો હતો, જ્યારે બીજો પ્રદેશ ભાજપનો અને ત્રીજો પાર્ટી હાઈકમાનનો કરાવ્યો છે. આ ત્રણે સર્વેમાં ખરા ઉતરનારાની ટીકીટ પાકી મનાશે. સીએમની જનઆશિર્વાદ યાત્રા દરમિયાન એકત્રિત ભીડનો દાવો કરનારા નેતાઓને પણ સર્વેમાં પારખવામાં આવશે. ભીડ વાસ્તવમાં કોણે અકત્રિક કરી, લોકો પોતે આવ્યા કે લાવવામાં આવ્યા-આ તમામ વાતોની તપાસ થશે. રવિવારે ચૂંટણી સમિતિની બેઠકમાં સીએમ મનોહર લાલ ખટ્ટરે તમામ જીતાઉ ઉમેદવારો મામલે સલાહ લીધી,

હાલના સાંસદોના પરફોર્મન્સ, તેમના વિરોધ પર પણ ચર્ચા કરાઈ. જે સીટો પર ઉમેદવારને લઈ કોઈ શંકા નથી તેમનું લિસ્ટ પહેલા કે બીજા નોરતા દરમિયાન જારી કરી દેવાશે. 3-4 ઓક્ટોબર સુધી તમામ ટિકિટની વહેંચણી થઈ જશે, જેથી ઉમેદવારો આવેદન કરી ફિલ્ડમાં જોડાઈ શકે.

કોંગ્રેસમાં ક્લેશ

કોંગ્રેસમાં ક્લેશ

કોંગ્રેસ પાર્ટી બીજેપી સાથે પંજો ત્યારે લડાવશે જ્યારે તે પોતાના આંતરિક વિખવાદથી બહાર આવશે. પાર્ટીના કદાવર નેતા અને બે વખત રહી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પાર્ટીએ સાંસદ દળના નેતા બનાવ્યા છે. ચૂંટણીને ટાણે પાર્ટીએ કોંગ્રેસના અશોક તંવરની જગ્યાએ કુમારી શૈલજાને લાવી પોતાનો પ્રદેશ અધ્યક્ષ પણ બદલ્યો છે. અશોક તંવરની જગ્યાએ શૈલજા પણ દલિત સમુદાયની છે. હુડાને જાટ અને તેમની પાર્ટીના સાંસદ દળના નેતા બનાવી કોંગ્રેસે ઈશારો આપ્યો છે કે તે પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર છે. જેવા મતભેદ પાર્ટીમાં છે તેવી જ વોટરમાં પણ તસ્વીર સ્પષ્ટ થઈ રહી નથી.

દેવીલાલનો વિખરાયેલો રાજનૈતિક વારસો

દેવીલાલનો વિખરાયેલો રાજનૈતિક વારસો

દેવીલાલના કુટુંબમાં બે ફાડ પડ્યા બાદ તેમના પરિવારની યુવા પેઢીએ જનનાયક જનતા પાર્ટી બનાવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં જેજેપીએ જીંદ ઉપચૂંટણી વખતે પહેલી ચૂંટણી લડી. જેમાં બીજેપી જીતી અને જેજેપી બીજા નંબરે રહી. જો કે ત્યાર બાદથી બે યુવા ચૌટાલાઓની આ પાર્ટી ખાસ અસર પાડી શકી નહિં.

અન્ય પાર્ટી

અન્ય પાર્ટી

ઓમપ્રકાશ ચૌટાલાની આઈએનએલડીએનું હાલનું પ્રદર્શન ખરાબ છે. હરિયાણામાં જમીન શોધી રહેલ માયાવતીની બીએસપી અને આઈએનએલડીના ગઠબંધનથી પણ કંઈ થઈ શક્યુ નહિં. જો આ ગઠબંધન સફળ રહ્યુ હોત તો જાટ અને દલિત વોટર્સને આકર્ષવું સરળ રહેત.

જાતીય સમીકરણ

જાતીય સમીકરણ

હરિયાણામાં જાટ આશરે 28 ટકા છે અને દલિત આશરે 19 ટકા છે. છેલ્લા ઘણા વર્ષોમાં બીજેપીએ 'હિંદુ વોટર્સ'ની મોટી છતરી નીચે જાટ, દલિત અને બ્રાહ્મણ, ઠાકુર, યાદવ, ગજ્જર, વાણિયા, અત્યંત પછાત જાતિઓ પર અત્યંત પ્રભાવ પાડ્યો છે. ડિસેમ્બર 2018માં હિંદી પટ્ટીના 3 રાજ્યોમાં કોંગ્રેસને જીતાડી વોટર્સ એ સંદેશો આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીના નામે મત નહિં આપે. જો કે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ આગામી દિવસોમાં ચિત્ર બદલાઈ શકે છે.

હરિયાણામાં વોટર્સ અને રાજકીય પાર્ટીઓ

હરિયાણામાં વોટર્સ અને રાજકીય પાર્ટીઓ

હરિયાણામાં કુલ 1.82 કરોડ મતદાતાઓ છે. જો કે દેશની વસ્તીનો માત્ર 2 ટકા હિસ્સો ધરાવતા હરિયાણા રાજ્યમાં રાજકીય પાર્ટીઓની લાંબી લાઈન છે. ચૂંટણી મેદાનમાં ભાજપ, જેજેપી, કોંગ્રેસ, આઈએનએલડી, બીએસપી સહિત કોંગ્રેસમાં મર્જ થઈ ગયેલી કુલદીપ બિશ્નોઈની એચજેસી, પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલની એચવીપી પાર્ટી પોતાનું ભાગ્ય અજમાવશે. આ ચૂટંણીમાં એક તરફ ભાજપ હશે અને બીજી તરફ આ તમામ પાર્ટીઓ.

2014ના ચૂંટણી પરિણામ

હરિયાણા વિધાનસભા 2014ની ચૂંટણીમાં ભાજપ 47 સીટ મેળવી સત્તા પર આવી હતી. ઓમપ્રકાશ ચૌટાલાની આઈએનએલડીને 19 સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસને 15 સીટ મળી હતી.

સીએમ મનોહરલાલ ખટ્ટર સામે ચૂંટણી લડશે તેજ બહાદુર

English summary
Haryana Assembly Election: Will BJP's 'Mission 75' be fulfilled?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more