હરિયાણાઃ ભાજપે બાદલ પરિવારને દુષ્યંત ચૌટાલાને મનાવવા કહ્યુ
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ રાજ્યમાં રાજકીય ઘમાસાણ પણ તેજ થઈ રહ્યુ છે. પ્રારંભિક રુઝાનોમાં જ કોંગ્રેસ અને ભાજપમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષોમાં જે રીતનો મુકાબલો જોવા મળી રહ્યો છે તેનાથી હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાઓ સ્પષ્ટ જોવા મળી રહી છે. વળી, દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનતાંત્રિક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકરની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. જેજેપી રાજ્યમાં ત્રીજા નંબર પર મજબૂત હાજરી નોંધાવી રહી છે. અત્યાર સુધી સામે આવેલા રુઝાનોથી સ્પષ્ટ છે કે જેજેપીના સહયોગથી રાજ્યમાં નવી સરકાર બની શકે છે. એવામાં કોંગ્રેસ અને ભાજપ બંને દુષ્યંત ચૌટાલાને પોતાના પક્ષમાં લાવવાની કવાયતમાં લાગી ગયા છે. બહુમતના આંકડાથી દૂર રહેવાની આશંકા વચ્ચે ભાજપે બાદલ પરિવારથી દુષ્યંત ચૌટાલાને મનાવવા કહ્યુ છે.

ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટક્કર, કિંગમેકર બની જેજેપી
હરિયાણા વિધાનસભા ચૂંટણીમા સવારે સાડા દસ વાગ્યા સુધી સામે આવેલ રુઝાનો પર નજર નાખીએ તો ભાજપ 38 સીટો પર આગળ છે. કોંગ્રેસ 33 સીટો પર આગળ છે. જેજેપી 11 સીટો પર આગળ છે. એવામાં હરિયાણામાં જેજેપી કિંગમેકરની ભૂમિકામાં દેખાઈ રહી છે. પાર્ટીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે જેજેપીના હાથમાં રહેલી સત્તાની ચાવી અને કિંગમેકર અમે બનીશુ. આ દરમિયાન હવે ભાજપે બાદલ પરિવારને દુષ્યંત ચૌટાલાને મનાવવા માટે કહ્યુ છે.

ભાજપે બાદલ પરિવારને કહ્યુ છે - તે દુષ્યંત ચૌટાલા સાથે વાત કરે
ભારતીય જનતા પાર્ટીએ એનડીએના મહત્વના સહયોગી અને અકાલી દળના દિગ્જ નેતા પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલને કહ્યુ છે કે દુષ્યંત ચૌટાલા સાથે વાત કરે. તેમને મનાવવાની કોશિશ કરે કે તે તેમની સરકારને સમર્થન આપે. આવુ એટલા માટે કહેવામાં આવ્યુ છે કારણકે બાદલ પરિવાર, ચૌટાલા પરિવારની ઘણો નજીક રહ્યો છે.
આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા બોલ્યા, કોંગ્રેસને બહુમત આવશે

બાદલ પરિવાર, ચૌટાલા પરિવારની ઘણો નજીક રહ્યો
હાલમાં દુષ્યંત ચૌટાલાએ જીંદમાં કહ્યુ, હરિયાણાની જનતાનો પ્રેમ મળી રહ્યો છે. આ બદલાવની નિશાની છે. ભાજપનો 75 પારની ફોર્મ્યુલા ફેલ થઈ ગઈ છે. હવે યમુના પાર કરવાની વાર છે. વળી, સૂત્રોના હવાલાથી એ પણ સામે આવી રહ્યુ છે કે કોંગ્રેસ પણ દુષ્યંત ચૌટાલાને સમર્થન કરીને તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે. એવા સમાચાર છે કે જેજેપી તરફથી સીએમ પદની ડિમાન્ડ કરવામાં આવી છે. જો કે હજુ ફાઈનલ પરિણામો બાદ જ તસવીર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.